વ્યક્તિની આ કુટેવોના કારણે પાછી જતી રહે છે મા લક્ષ્‍‍મી, રાજાથી રંક બનવામાં નથી લાગતો સમય

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, જીવનમાં ઘણા પૈસા કમાય, પોતાના પરિવારને દરેક પ્રકારની ખુશીઓ અને આરામ આપી શકે. પરંતુ ઘણી વખત વ્યક્તિની કુટેવો તેની બરબાદીનું કારણ બની જાય છે. ઉલ્લેખનીય છે કે, શાસ્ત્રોમાં આવી ઘણી આદતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિને બરબાદ કરી દે છે. આ કુટેવોથી દેવી લક્ષ્‍મી નારાજ થઈ જાય છે અને તે ગુસ્સે થઈને હંમેશા માટે ઘર છોડી દે છે.

આ આદતોના કારણે વ્યક્તિને આર્થિક સંકટ, ધનની ખોટ, સન્માન વગેરેનો સામનો કરવો પડે છે. વ્યક્તિની આ આદતોને કારણે ઘણી વખત વ્યક્તિને એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, જેના કારણે દેવી લક્ષ્‍મી પણ ઘરની બહારથી પરત આવે છે. ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિએ આ આદતોને સમયસર છોડી દેવી જોઈએ.

સૂર્યાસ્ત સમયે સૂવું

શાસ્ત્રો અનુસાર, એવું માનવામાં આવે છે કે, સૂર્યાસ્તના સમયે દેવી-દેવતાઓ પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે. વડીલો હંમેશા કહે છે કે, કોઈ પણ વ્યક્તિએ સાંજના સમયે સૂવું જોઈએ નહીં. તેને ક્યારેય શુભ માનવામાં આવતું નથી. તેથી, જો તમે દેવી લક્ષ્‍મીની કૃપા તમારા પર રાખવા માગો છો, તો સૂર્યાસ્તના સમયે ક્યારેય સૂવું નહીં.

ગંદકીમાં રહેવાની ટેવ

જો તમને ઘર ગંદુ રાખવાની આદત છે તો આજે જ બદલી નાખો. અન્યથા તમારી આર્થિક સ્થિતિમાં ક્યારેય સુધારો નહીં થાય. દેવી લક્ષ્‍મી હંમેશા સ્વચ્છ ઘરમાં નિવાસ કરે છે.

મોડે સુધી સૂવાની આદત

વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ સૂર્યોદય પછી પણ મોડે સુધી પથારીમાંથી બહાર ન નીકળે તો દેવી લક્ષ્‍મી તેના પર નારાજ થઈ શકે છે. પુરાણો અનુસાર સૂર્યોદય પહેલા જાગવું માત્ર સારા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ આર્થિક સ્થિતિમાં પણ સુધાર માટે સારું માનવામાં આવે છે. માટે આજે જ મોડે સુધી સૂવાની આદત બદલી નાખો.

મીઠું આપવાની આદત

દેવી લક્ષ્‍મી ના ક્રોધ થવાનું સૌથી મહત્ત્વનું કારણ કોઈના હાથમાં મીઠું આપવું માનવામાં આવે છે. ખાસ કરીને સાંજે, મીઠું કોઈપણ વ્યક્તિને આપવું જોઈએ નહીં અને ખાસ કરીને હાથમાં તો ન જ આપવું જોઈએ. જો કોઈપણ વ્યક્તિમાં આ આદત હોય તો તેને આજે જ સુધારી લો. હાથને બદલે મીઠું આપવા માટે વાસણનો ઉપયોગ કરો.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)