જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તનથી રાશિચક્રની 12 રાશિ પણ પ્રભાવિત થાય છે. નિશ્ચિત સમય પર બધા જ ગ્રહો પોતાની રાશિ અને નક્ષત્ર બદલે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ગ્રહો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં 2 ગ્રહોનું મહાગોચર થશે. આ મહાગોચરની સારી અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે..
સપ્ટેમ્બરમાં ત્રણ ગ્રહોનું મહા ગોચર થશે તે રાશિચક્રની 3 રાશિઓ માટે લાભકારી રહેવાનું છે. જોકે કેટલીક રાશિ એવી પણ છે જેમને સપ્ટેમ્બર મહિનામાં સંભાળીને રહેવું પડશે. તો ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનામાં કયા ત્રણ ગ્રહ ગોચર કરવાના છે અને કઈ કઈ રાશિને તેનાથી લાભ થશે.
સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહનું મહાગોચર
સપ્ટેમ્બર મહિનામાં 3 પ્રભાવશાળી ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આ ત્રણ ગ્રહ છે બુધ, શુક્ર અને સૂર્ય. સપ્ટેમ્બર મહિનામાં આ ત્રણ ગ્રહ અલગ અલગ તારીખે રાશિ પરિવર્તન કરશે. જેમકે 2 સપ્ટેમ્બરે શુક્ર ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરશે. 4 સપ્ટેમ્બરે બુધ ગ્રહ પોતાની રાશિ બદલશે. બુધ ગ્રહ કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
16 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 18 સપ્ટેમ્બરે શુક્ર ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે. અને ફરીથી 23 સપ્ટેમ્બરે બુધ ગ્રહ રાશિ બદલશે. બુધ ગ્રહ 23 તારીખે સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
સપ્ટેમ્બરમાં 3 રાશિઓને થશે ફાયદો
મેષ રાશિ
સપ્ટેમ્બર મહિના દરમિયાન ત્રણ ગ્રહોનું જે મહાગોચર થશે તે આ રાશિ માટે ઉત્તમ છે. વેપારમાં સફળતા મળશે અને નોકરી કરતા લોકોની પ્રગતિ થશે. સંબંધોમાં મધુરતા અને પ્રેમ વધશે. કોઈ કામમાં બાધા આવતી હોય તો તે પણ દૂર થશે. સફળતાના અવસર પ્રાપ્ત થશે અને ધન વધશે.
કન્યા રાશિ
સપ્ટેમ્બર મહિનો કન્યા રાશિના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થશે. દરેક કાર્યમાં સફળતા મળશે. અટકેલું ધન પરત મળવાના યોગ છે. લગ્નમાં આવી રહેલી બાધાઓ દૂર થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો. મહેનતનું ફળ મળશે. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે પણ સપ્ટેમ્બર મહિનો ઉત્તમ રહેશે. ગ્રહ ગોચરથી દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો સાથ મળશે. આર્થિક તંગીથી છુટકારો મળશે. વેપારમાં સફળતા મળશે. આ સમય દરમિયાન જે પણ કામ હાથમાં લેશો તે સફળ થશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)