વિઘ્નહર્તા ભગવાન ગણેશને દુર્વા એટલે દરોઈ ઘાસ ખુબ પ્રિય છે. પૌરાણિક કથાઓ અનુસાર, અનલાસુર નામક રાક્ષસને માર્યા પછી ગણેશજીને પેટમાં ખુબ જલન થઇ રહી હતી, ત્યારે કશ્યપ ઋષિની સલાહ પર દુર્વા ઘાસના સેવનથી એમની જલન શાંત થાય છે. આ જ કારણ છે કે ગણપતિની પૂજામાં દુર્વા ઘાસના પાંદડા જરૂર અર્પિત કરવા જોઈએ. પરંતુ દુર્વા ઘાસ ઉપરાંત એવા છોડ-ઝાડ છે, જેના પાંદડા અર્પિત કરવાથી પણ ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે અને મનોકામના પુરી કરે છે.
તો ચાલો જાણીએ એ છોડ કયા છે, જેના પાંદડા ગણેશજીને ચઢાવવા જોઈએ.
કેતકીના પાંદડા
કેતકી ફૂલના કોમળ પાન ચઢાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. આ છોડના પાંદડા ખાસ કરીને એવા લોકોને અર્પણ કરવા જોઈએ જેઓ નવું ઉદ્યમ અથવા કામ શરૂ કરવા માગે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશના બાર નામોમાંથી કોઈ એક નામનો જાપ કરતી વખતે આ છોડના પાન ચડાવવાથી જલ્દી રાહત મળે છે.
અર્જુન વૃક્ષના પાંદડા
ભગવાન ગણેશને અર્જુન વૃક્ષના પાન ગમે છે. જે લોકો બેરોજગાર છે અથવા નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો ઈચ્છે છે, તેમણે અર્જુન વૃક્ષના 5 કે 7 પાન ભગવાન ગણેશને અર્પણ કરવા જોઈએ. બુધવારે આ ઝાડના પાન અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે.
આકના પાંદડા
આક એટલે કે અકવાનના પાન ચઢાવવાથી ભગવાન ગણેશ પણ ખૂબ પ્રસન્ન થાય છે. આ પાન ભગવાન શિવને પણ ખૂબ પ્રિય છે. આર્થિક સંકટથી પીડાતા લોકો આર્થિક સ્થિરતા માટે આકના પાંદડાના ઉપાય કરી સજાકે છે. આ માટે તેઓએ ઓછામાં ઓછા 11 પાંદડા અર્પણ કરવા જોઈએ.
કાનેર
બુધવારે સફેદ કે પીળા કાનેર ફૂલના પાન ચઢાવવાથી પણ ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. કાનેરના ફૂલના પાન ચડાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ જલ્દી દૂર થઈ જાય છે.
સેમ (વાલોર) ના પાંદડા
વાલોરના પાન ચઢાવવાથી પણ ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેને અર્પણ કરતા પહેલા, ધ્યાનમાં રાખો કે તે સ્વચ્છ અને કાપેલું હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જેમના કામમાં વારંવાર વિક્ષેપ આવે છે અથવા જેનું કામ અટકેલું છે, તેમને ફાયદો થાય છે. આર્થિક સંકટને દૂર કરવા માટે પણ આ ઉપાયનો ઉપયોગ કરવામાં આવે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)