મેષ : નોકરી-ધંધાના કામકાજમાં આપને પ્રતિકુળતા જણાય. અન્ય કોઈના ભરોસે રહિ કામ કરવાની ગણત્રી રાખવી નહીં. ચિંતા રહે.
વૃષભ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મિથુન : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. બેંકના, વીમા કંપનીના કામમાં સરળતા મળી રહે.
કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.
સિંહ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. વિવાદથી દૂર રહેવું.
કન્યા : આપને કામકાજમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થઈ શકે.
તુલા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. ધીમે-ધીમે કામકાજનો ઉકેલ આવતો જણાય. હર્ષ રહે.
વૃશ્ચિક : દેશ-પરદેશના કામકાજમાં સાનુકુળતા મળી રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.
ધન : આપે બેંકના, વીમા કંપનીના કામમાં સંભાળવું પડે. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. ધીરજ રાખવી પડે.
મકર : આપના અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. રાજકીય-સરકારી કામકાજ થાય.
કુંભ : કામકાજ અંગેની વ્યવસ્તાને લીધે દોડધામ-શ્રમ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ રહે.
મીન : આપના કામકાજમાં ધીમે-ધીમે સાનુકુળતા થતી જાય. આપના કામનો ઉકેલ લાવી શકો. પુત્ર-પૌત્રાદિકના કામ થાય.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)