શનિદેવની સાથે હનુમાનજીના આશીર્વાદ મેળવો, આ કામ કરવાથી બાધાઓ દૂર થશે

સનાતન ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. તેવી જ રીતે, શનિવાર ભગવાન શનિને સમર્પિત છે. આ દિવસે ન્યાયના દેવતા શનિદેવની પૂજા વિધિ કરવામાં આવે છે. આ દિવસે લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે. એવું કહેવાય છે કે, જેના પર શનિદેવ પ્રસન્ન થાય છે, તેના કોઈપણ કામમાં ક્યારેય વિધ્ન આવતું  નથી.

શનિવારના દિવસે શનિપૂજાની સાથે પવન પુત્ર હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિવારે કોઈ ખાસ પૂજા કરવાથી શનિદેવ તેમજ પવનપુત્ર હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો જાણીએ શનિવારે શું કરવું જોઈએ.

શનિવારના દિવસે લોકો ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે એટલું જ નહીં, આ દિવસે પવનપુત્ર હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. જો તમે આ દિવસે જ્યોતિષ શાસ્ત્ર દ્વારા સૂચવવામાં આવેલા ઉપાયોનું પાલન કરો છો, તો તમને ઘણી પ્રકારની સમસ્યાઓથી રાહત મળે છે. ચાલો ઉપાય જાણીએ.

આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ શનિ મંદિરમાં જઈ શનિદેવની પૂજા કરવી જોઈએ અને તાંબાના વાસણમાં અખંડ રોલી ચંદન મૂકીને જળ અર્પણ કરવું જોઈએ.

પવનપુત્ર હનુમાનજીને શનિવારે ગોળ, ચણા અને કેળા અર્પણ કરવા જોઈએ. સાથે જ હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવા જોઈએ. એવું કહેવાય છે કે, આમ કરવાથી ભગવાન હનુમાનજી અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

કહેવાય છે કે, શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને શનિદેવને આકડાનું ફૂલ ચઢાવવું જોઈએ. આ ફૂલ શનિદેવને ખુબ જ પ્રિય છે. ફૂલ અર્પણ કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયામાંથી મુક્તિ મળે છે.

જો તમે લાંબા સમયથી કોઈ કામ કરી રહ્યા છો અને તેમાં વારંવાર કોઈ અડચણો આવી રહી છે તો તમારે દર શનિવારે સાંજે હનુમાન મંદિરે જઈને બજરંગબલીને ચમેલીના તેલ અને સિંદૂરનો અભિષેક કરવો જોઈએ. ટૂંક સમયમાં અડચણો દૂર થશે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)