કર્ક રાશિના જાતકોએ નાણાકીય લેવડ-દેવડમાં કાળજી રાખવી, જાણો તમારું તારીખ ૦૩/૦૯/૨૦૨૪નું રાશિ ભાવિષ્ય

આજનું નક્ષત્ર: પૂર્વ ફાલ્ગુની

એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા

મેષ રાશિઃ

આવક ના નવા માર્ગ મળશે.
તમે તમારી કાર્ય ક્ષમતાથી વિશેષ સફળતા પ્રાપ્ત કરશે.
સંતાન સાથે સમય વીતશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.

વૃષભ રાશિઃ

યોગ્ય માર્ગદર્શન લઈ નાણાંનું રોકાણ કરી શકો છો.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
જમીનને લગતા કાર્ય કાળજી પૂર્વક કરવા.

વિદેશથી આવકના નવા સ્રોત પ્રાપ્ત થઈ શકે છે.

મિથુન રાશિ:

તમે તમારી મહેનતથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરશો.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા મળશે.
અધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.

કર્ક રાશિઃ

તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું.
નાણાકીય લેવડ-દેવડમાં કાળજી રાખવી.

સિંહ રાશિઃ

કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કેમિકલને લગતી વસ્તુઓના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

કન્યા રાશિઃ

દૂધની વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.

તુલા રાશિઃ

શિક્ષણને લગતું કાર્ય કરતા લોકોને વધારે મહેનત કરવી પડશે.
આવકના અનેક નવા માર્ગ મળશે.
ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિઃ

નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે.
સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
આવકના માર્ગમાં વધારો થશે.

ધન રાશિઃ

ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
સ્ત્રી વર્ગની મદદ મળી રહેશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.

મકર રાશિઃ

યોગ્ય માર્ગદર્શન લઈ નાણાંનું રોકાણ કરી શકો છો.
આપેલા નાણા પરત મળી આવશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલુ રહેશે.
નાના અંતરની યાત્રા થઈ શકે છે.

કુંભ રાશિઃ

તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે.
નાણાકીય ઋણ વધી શકે છે.
ગર્ભવતી મહિલાના સ્વાસ્થ્યની કાળજી રાખવી.
વ્યાપાર વિકસિત કરવા પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.

મીન રાશિઃ

તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
સ્પર્ધાત્મક પરીક્ષામાં વિજય પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીના અભ્યાસમાં મન લાગેલું રહેશે.
અતિ માનસિક વિચારના કારણે ઉંઘ પર અસર થઈ શકે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)