ગણેશ ચતુર્થી નિમિત્તે આ ભૂલો ન કરશો, આ વાતોની રાખો વિશેષ કાળજી

હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)નો ઉત્સાહ 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાના ભક્તો તેમના ઘરે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે અને તેમની શ્રદ્ધાભવથી પૂજા અને ઉપવાસ કરે છે.

જેથી પ્રસન્ન થઈ ગણેશજી તેમના ભક્તોને સુખ સમૃદ્દિના આશીર્વાદ આપે છે, જોકે ઘર ગણેશજીની સ્થાપના બાદ કેટલીક ખાસ વાત પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

ગણેશ ચતુર્થી દરમિયાન કઈ ભૂલ ન કરવી જોઈએ અને કયા કામોથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

આ ભૂલ ન કરશોઃઆ ભૂલ ન કરશોઃ

  • ગણેશ ચતુર્થી દરમિયાન ડુંગળી, લસણ અને માંસ-મદિરાનું સેવન ન કરવું જોઈએ.
  • ઘરે ગણેશ સ્થાપના બાદ જે પણ તૈયાર કરો, સૌથી પહેલા ગણેશજીનો ભાગ બનાવો
  • ગણેશ સ્થાપના સમયે મંદિરમાં એકથી વધારે શ્રી ગણેશજીની મૂર્તિ ન હોવી જોઈએ, જે અશુભ માનવામાં આવે છે
  • ગણેશ ઉત્સવના 10 દિવસ સુધી ભૂલીને પણ પશુ-પક્ષિઓને સતાવશો નહીં. તે એક અશુભ માનવામાં આવે છે.
  • -ગણેશ ઉત્સવના 10 દિવસ સુધી પશુ-પશીઓને સતાવશો નહીં. આમ કરવું અશુભ માનવામાં આવે છે.
  • ઘરમાં ગણપતિ સ્થાપના બાદ પરિવારના તમામ સભ્યોએ બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ.
  • પૂજાના સમયે કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં. લાલ અથવા પીળા વસ્ત્રો શુભ માનવામાં આવે છે.
  • ધાર્મિક માન્યતા પ્રમાણે ગણેશ ચતુર્થીના ચંદ્રદેવના દર્શન ન કરવા જોઈએ.
  • અંધારામાં ગણેશજીની પ્રતિમાના દર્શન અશુભ માનવામાં આવે છે. માટે મૂર્તિની જગ્યાએ પ્રકાશની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.

ગણેશ ચતુર્થીમાં કરો આ શુભ કાર્ય-

  • ગણેશજીની માટીમાંથી તૈયાર થયેલ મૂર્તિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માટે ઘરે માટીની મૂર્તિની જ સ્થાપના કરો.
  • ગણેશજીની મૂર્તિ સ્થાપના બાદ તેની વિધિ-વિધાનથી પૂજા કરો અને તેમને મોદકનો ભોગ લગાવો.
  • ગણેશ ચતુર્થી દરમિયાન બપ્પાને દુર્વા અર્પિત કરવું તે પણ ખુબ જ મંગળકારી માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાનો અંત આવે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)