ભગવાન ગણપતિનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. ભગવાન ગણેશના જન્મ ઉત્સવના રૂપમાં ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) નો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી છે. ત્યારે આ દિવસે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરીને દસ દિવસ સુધી તેમની પૂજા કરશે.
ત્યારે જાણો ગણેશ ચતુર્થીના દિવસે બની રહેલા શુભ યોગ (Shubh Yog) સહિત બાપ્પાની મૂર્તિ સ્થાપનાનો શુભ મુહૂર્ત.
ગણેશ ચતુર્થી 2024 તિથિ (Ganesh Chaturthi 2024 Tithi)
- ચતુર્થીની તિથિ 06 સપ્ટેમ્બર 2024 ના રોજ બપોરે 3:01 વાગ્યે શરૂ થશે.
- ચતુર્થી તિથિ બીજા દિવસે 07 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ સાંજે 5:37 વાગ્યે સમાપ્ત થશે.
- ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન સમય દરમિયાન થયો હતો, તેથી ગણેશ પૂજા માટે મધ્યાહનનો સમય વધુ યોગ્ય માનવામાં આવે છે.
ગણેશ ચતુર્થી 2024 સ્થાપન સમય (Ganesh Chaturthi 2024 Sthapana Time)
ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની પૂજા અને સ્થાપના માટેનો શુભ મુહૂર્ત 7 સપ્ટેમ્બર, 2024 શનિવારના રોજ સવારે 11.03 થી બપોરે 1.34 વાગ્યા સુધીનો છે. આ વર્ષે આ સમયગાળો કુલ 2.31 મિનિટનો છે. આ સમય દરમિયાન બાપ્પાની સ્થાપના કરી શકાય છે.
ગણેશ ચતુર્થી 2024 શુભ યોગ (Ganesh Chaturthi 2024 Shubh Yog)
- ગણેશ ચતુર્થીના દિવસે અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જે આ દિવસને વધુ ખાસ બનાવી રહ્યા છે.
- 7 સપ્ટેમ્બરે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગ બપોરે 12:34 થી 8 સપ્ટેમ્બર સવારે 06:03 વાગ્યા સુધી રહેશે.
- રવિ યોગ પણ બની રહ્યો છે. રવિ યોગ 6 સપ્ટેમ્બરના રોજ સવારે 09:25 થી 7 સપ્ટેમ્બરના રોજ 06:02 થી 12:34 સુધી રહેશે.
- આ દિવસે બ્રહ્મ યોગ પણ રચાઈ રહ્યો છે. આ યોગ રાત્રે 11.15 વાગ્યા સુધી રહેશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)