આ ત્રણ રાશિ પર ગણેશજીની વિશેષ કૃપા,ધન-સંપત્તિમાં રહે અવ્વલ

  • ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ શરૂ થાય છે
  • અનંત ચતુર્દશીના દિવસે તહેવારની સમાપ્તિ થાય છે
  • ગણેશજીના સ્થાપનથી વિસર્જન સુધી તહેવારની ઉજવણી કરવામાં આવે

સનાતન ધર્મના લોકો માટે ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. તમામ દેવી-દેવતાઓમાં ભગવાન ગણેશનું પ્રથમ સ્થાન છે. ગેણશજીને પ્રથમ પૂજનીય કહેવાયા છે તેથી, તેમની પૂજા કર્યા પછી જ ભક્ત અન્ય ભગવાનની પૂજા કરવાનું શરૂ કરે છે.

ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો ભગવાન ગણેશની સાચા મનથી પૂજા કરે છે, તેમના દરેક દુ:ખ અને પીડા ભગવાન દૂર કરી દે છે. ખાસ કરીને ગણેશ ચતુર્થીના દિવસે ભગવાનની પૂજા કરવાથી સાધકને વિશેષ ફળ મળે છે.

ત્રણ રાશિઓ પર હંમેશા ભગવાન ગણેશની વિશેષ કૃપા રહે છે

દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ શરૂ થાય છે અને અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે. આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર 2024ના રોજ અને અનંત ચતુર્દશીનો તહેવાર 17 સપ્ટેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓમાંથી ત્રણ રાશિઓ પર હંમેશા ભગવાન ગણેશની વિશેષ કૃપા રહે છે.

મિથુન રાશિ

વૈદિક જ્યોતિષ અનુસાર, મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે, જેના દેવતા ભગવાન ગણેશજી છે. આ કારણથી આ રાશિના લોકો પર હંમેશા ભગવાન ગણેશજીની કૃપા રહે છે. જો મિથુન રાશિના લોકો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા યોગ્ય રીતે કરે તો તેમને જીવનમાં અપાર સફળતા મળી શકે છે. આ સાથે સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યાઓથી પણ રાહત મળવાની સંભાવના છે.

કર્ક રાશિ

ચંદ્રમાં દેવ બુધ ગ્રહના પિતા છે આથી કર્ક રાશિ ચંદ્રમાંની રાશિ છે. આ જાતકો પર હંમેશા ભગવાન ચંદ્રની વિશેષ કૃપા થતી રહે છે. કર્ક રાશિએ નિયમિત રીતે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવી જોઇએ. તો જીવનમાં જરૂરથી સકારાત્મક અસર થશે. આ શિવાય ગણેશજીના વિશેષ આશિષથી કર્ક રાશિના જાતકો બુદ્ધિશાળી અને કોઇને કોઇ હુન્નરના માલિક હોય છે.

કન્યા રાશિ

આ રાશિના સ્વામી ભગવાન ગણેશના દેવતા બુધ ગ્રહ છે. આ જ કારણ છે કે ગણેશ ચતુર્થીએ કન્યા રાશિના જાતકો પર ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યાતા છે કે આ દિવસે સાધક સાચા મનથી ગણેશજીની પૂજા કરે તો ભગવાન તેમને તમામ મુશ્કેલીઓથી પાર ઉતારે છે. જીવનમાં હંમેશા ખુશીઓ છલકાય છે. સુખ. શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ધન-ધાન્યનો વાસ થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)