હિંદુ ધર્મ પ્રમાણે, પિતૃ પક્ષ (Pitru Paksha 2024) એટલે કે શ્રાદ્ધ (Shradh 2024) ભાદ્રપદ મહિનાની પૂર્ણિમા તિથિથી શરૂ થઈને અશ્વિન માસની અમાવાસ્યા પર સમાપ્ત થાય છે. આ વર્ષે શ્રાદ્ધ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈને 2 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે. જાણો શ્રાદ્ધ 2024ની તારીખ અને તિથિઓ.
શ્રાદ્ધ દરમિયાન શુભ અને મંગલ કાર્યો જેવા કે, લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, મુંડન અથવા નવી વસ્તુઓ ખરીદવા પર પણ પ્રતિબંધ હોય છે.
આમાં માત્ર પિતૃઓનું શ્રાદ્ધ કરવાની પરંપરા છે. પિતૃ પક્ષમાં તિથિ પ્રમાણે જ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
શ્રાદ્ધમાં લોકો તેમના પૂર્વજોની તૃપ્તિ માટે ભોજન અને જળ અર્પિત કરે છે. બ્રાહ્મણોને ભોજન કરાવે છે. તેમને દાન અને દક્ષિણા આપીને પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે.
પિતૃ પક્ષની શ્રાદ્ધ તિથિઓ
- મંગળવાર, 17 સપ્ટેમ્બર – પૂર્ણિમા શ્રાદ્ધ
- બુધવાર, 18 સપ્ટેમ્બર – પ્રતિપદા શ્રાદ્ધ
- ગુરુવાર, 19 સપ્ટેમ્બર – દ્વિતિયા શ્રાદ્ધ
- શુક્રવાર, 20 સપ્ટેમ્બર – તૃતીયા શ્રાદ્ધ
- શનિવાર, 21 સપ્ટેમ્બર – ચતુર્થી શ્રાદ્ધ
- રવિવાર, 22 સપ્ટેમ્બર – પંચમી શ્રાદ્ધ
- સોમવાર, 23 સપ્ટેમ્બર – ષષ્ઠી શ્રાદ્ધ અને સપ્તમી શ્રાદ્ધ
- મંગળવાર, 24 સપ્ટેમ્બર – અષ્ટમી શ્રાદ્ધ
- બુધવાર, 25 સપ્ટેમ્બર, નવમી શ્રાદ્ધ
- ગુરુવાર, 26 સપ્ટેમ્બર – દશમી શ્રાદ્ધ
- શુક્રવાર, 27 સપ્ટેમ્બર – એકાદશી શ્રાદ્ધ
- શનિવાર, 29 સપ્ટેમ્બર – દ્વાદશી શ્રાદ્ધ
- રવિવાર, 30 સપ્ટેમ્બર – ત્રયોદશી શ્રાદ્ધ
- સોમવાર, 1 ઓક્ટોબર – ચતુર્દશી શ્રાદ્ધ
- મંગળવાર, 2 ઓક્ટોબર – સર્વ પિતૃ અમાવસ્યા શ્રાદ્ધ
ક્યારે કરવું જોઈએ શ્રાદ્ધ કર્મ
શાસ્ત્રો અનુસાર, પિતૃ પક્ષમાં સવાર-સાંજ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. જ્યારે બપોરનો સમય પિતૃઓને સમર્પિત છે. તેથી પિતૃઓનું શ્રાદ્ધ બપોરના સમયે કરવું શ્રેષ્ઠ છે. પિતૃ પક્ષમાં, તમે કોઈપણ તિથિએ બપોરે 12 વાગ્યા પછી શ્રાદ્ધ કર્મ કરી શકો છો. પિતૃઓના તર્પણ માટે કુતુપ અને રોહિના મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)