ગણેશોત્સવ દરમિયાન ઘરમાં કેટલા દિવસ સુધી રાખવી ગણપતિજીની મૂર્તિ?

સમગ્ર ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો તેમના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે અને ધાર્મિક વિધિઓ અનુસાર તેમની પૂજા કરે છે. તેમજ ગણપતિનું વિસર્જન 10માં દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છે કે, હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ દેવતા તરીકે પૂજવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, કોઈપણ શુભ કાર્યમાં પહેલા ભગવાન ગણેશની પૂજા કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશની પૂજા માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. પંચાંગ અનુસાર, દર વર્ષે ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થી વ્રત રાખવામાં આવે છે.

ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ભક્તો તેમના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા કરે છે. પરંતુ કેટલાક લોકો 5 કે 7 દિવસ પછી મૂર્તિનું વિસર્જન કરે છે. તે જ સમયે કેટલાક લોકો મૂંઝવણ અનુભવે છે કે ગણપતિને કેટલા દિવસ ઘરે રાખવા જોઈએ. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

ગણેશોત્સવ દરમિયાન ઘરમાં કેટલા દિવસ સુધી રહે છે ગણપતિ?

જ્યોતિષ કેલેન્ડર અનુસાર, આ વર્ષે ગણેશોત્સવ 7 સપ્ટેમ્બર, 2024, શનિવારથી શરૂ થઈ રહ્યો છે. આમ તો ગણપતિને 10 દિવસ સુધી ઘરમાં રાખવામાં આવે છે અને દસમા દિવસે વિસર્જિત કરવામાં આવે છે. પરંતુ શ્રદ્ધાનુસાર, લોકો 1, 3, 5 કે 7 દિવસ સુધી ઘરમાં રાખીને ગણેશજીની વિદાય કરી શકે છે. મોટાભાગના લોકો અનુષ્ઠાન પૂજા બાદ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન કરે છે અને બપ્પાને વિદાય આપે છે. આ વર્ષે અનંત ચતુર્થી લગભગ 17 સપ્ટેમ્બર 2024 મંગળવારના રોજ મનાવવામાં આવશે.

ગણેશ ચતુર્થી 2024 પૂજા મુહૂર્ત

વૈદિક પંચાંગ અનુસાર, ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરના રોજ બપોરે 3.05 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બરના રોજ સાંજે 5.40 વાગ્યે સમાપ્ત થશે. એવામાં ચતુર્થી 7 સપ્ટેમ્બર, 2024 શનિવારે મનાવવામાં આવશે. આ દિવસે પૂજાનો યોગ્ય સમય સવારે 11 વાગ્યાથી બપોરે 1.36 વાગ્યા સુધી છે. આ ખાસ દિવસે બ્રહ્મ યોગ પણ છે, જે રાત્રે 11.17 વાગ્યા સુધી રહેશે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)