વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહ ખુબ મહત્વપૂર્ણ અને શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. ધન, વૈભવ, સુખ, સૌંદર્ય અને પ્રેમ જેવા જીવનના મહત્વપૂર્ણ પહેલુઓ પર શુક્ર ગ્રહનો સૌથી વધુ અને સીધો પ્રભાવ પડે છે. જ્યોતિષ અનુસાર, કુંડળીમાં શુક્રની સ્થિતિના કારણે આ ગ્રહનો પ્રભાવ વ્યક્તિના જીવનમાં ઘણા પ્રકારે દેખાય છે. કુંડળીમાં શુક્ર મજબૂત હોવા પર વ્યક્તિને ધન, સંપત્તિ અને વૈભવની ક્યારેય કમી થતી નથી.
જીવનના જેટલા પણ ભૌતિક સુખ છે, તે શુક્રની કૃપાથી પ્રાપ્ત થાય છે.
શુક્ર ક્યારે હોય છે અશુભ?
વૈદિક જ્યોતિષ અનુસાર, કુંડળીમાં શુક્ર કમજોર હોય તો પોતાનું શ્રેષ્ઠ ફળ આપી શકતું નથી. જ્યારે શુક્ર અશુભ ગ્રહો, જેવા કે મંગળ, શનિ અને રાહુ-કેતુની દ્રષ્ટિ હોય છે, તો અશુભ પ્રભાવ દેખાય છે. ત્યાં જ, શુક્ર ગ્રહ કુંડળીના 6, 8 અથવા 12માં ઘરમાં હોય છે, ત્યારે પણ તે અશુભ હોય છે. પોતાની દશા અને અંતર્દશામાં અશુભ શુક્ર વ્યક્તિને કંગાળ બનાવી દે છે. એમની લવ લાઈફ સારી રહેતી નથી.
શુક્ર ગ્રહ માટેના ઉપાય
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં શુક્ર નબળો અથવા દોષિત હોવાને કારણે વ્યક્તિ માટે સૌથી મોટી સમસ્યા પૈસાની રહે છે. પૈસાના અભાવે બધા કામ બગડી જાય છે, સંબંધો પણ બગડી જાય છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, ખરાબ શુક્રને શુભ કરવાનો શ્રેષ્ઠ ઉપાય આ ગ્રહનો રત્ન ધારણ કરવાનો છે. હીરો શુક્રનો મુખ્ય રત્ન છે પરંતુ તે ખૂબ જ મોંઘો હોવાને કારણે દરેક જણ તેને પહેરી શકતા નથી. ત્યાં જ, શુક્રનો ઉપરત્ન જેવો કે, ઓપલ વગેરે ખૂબ અસરકારક નથી.
રત્ન પહેર્યા વિના ધનવાન બનો
રત્ન ધારણ કર્યા વિના પણ શુક્રને મજબૂત કરવાના ઘણા ઉપાયો છે. એમાંથી એક છે પરફ્યુમ. આ ખૂબ જ શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે. લાલ કિતાબમાં પણ આની ચર્ચા કરવામાં આવી છે. ચાલો જાણીએ, આ ઉપાય કેવી રીતે કરવો?
હથેળીમાં અંગુઠાની બાજુમાં ઉભરેલા ભાગને શુક્ર પર્વત કહેવામાં આવે છે. બંને હાથના આ પર્વત પર ઓછામાં ઓછા 43 દિવસ સુધી અત્તર લગાવો. ચંદન, ગુલાબ અને મોગરાનું અત્તર શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા પરફ્યુમનો પણ ઉપયોગ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે આને લગાવ્યા પછી તમારા હાથ ન ધોશો, તે આપોઆપ ગાયબ થઈ જશે. કહેવાય છે કે આ ઉપાયથી થોડા જ દિવસોમાં વ્યક્તિની તરફ પૈસા આપોઆપ આવવા લાગે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)