ભગવાન વિષ્ણુના કુલ 24 અવતાર છે, જેમાંથી એક કૂર્મ એટલે કે કાચબાનો અવતાર છે. કૂર્મ અવતાર કયા નંબરનો અવતાર છે તે અંગે પુરાણોમાં જુદી-જુદી વાતો કહેવામાં આવી છે. નરસિંહ પુરાણ અનુસાર, કૂર્મ અવતાર ભગવાન વિષ્ણુનો બીજો અવતાર છે. સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરવું પડ્યું હતું.
કછપ એટલે કે કૂર્મ જયંતિ વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
આ દિવસથી ઘર, ફેક્ટરી, દુકાન વગેરે જેવી કોઈ પણ ઈમારતનું નિર્માણ કાર્ય શરૂ કરવું ખૂબ જ શુભ છે. કૂર્મ જયંતિ પર વાસ્તુ પૂજા કરવાથી વાસ્તુ દોષ દૂર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ કૂર્મ અવતારના દિવસે ચાંદીનો કાચબો ઘરમાં લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરમાં ધાતુથી બનેલો કાચબો રહે છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે અને ત્યાં ક્યારેય ધનની કમી નથી થતી. કૂર્મ અવતારમાં ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન વખતે આખી પૃથ્વીનું વજન પોતાના પર લીધું હતું, ત્યારથી આજે પણ ઘર બનાવતી વખતે, વાસ્તુ પૂજા દરમિયાન પાયામાં ચાંદીનો કાચબો દબાવવામાં આવે છે.
કેમ લીધો ભગવાન વિષ્ણુએ કૂર્મ અવતાર?
પદ્મ પુરાણ અનુસાર, જ્યારે દેવતાઓ અને દાનવોએ મંદરાચલ પર્વતને સમુદ્રમાં ફેંકીને મંથન કરવાનું શરૂ કર્યું, ત્યારે તેનો કોઈ આધાર ન હોવાને કારણે પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો. આ જોઈને ભગવાન વિષ્ણુએ કૂર્મ એટલે કે, કાચબાનું વિશાળ રૂપ ધારણ કર્યું અને મંદરાચલ પર્વતને સમુદ્રમાં પોતાની પીઠ પર મૂક્યો, ત્યારબાદ જ સમુદ્ર મંથન પૂર્ણ થયું.
કછપ અવતારની પૌરાણિક કથા
તેમના અપમાનને કારણે ઋષિ દુર્વાસાએ દેવરાજ ઈન્દ્રને ધનથી વંચિત થવાનો શ્રાપ આપ્યો હતો. ભગવાન વિષ્ણુએ ઈન્દ્રને શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે રાક્ષસો સાથે ‘સમુદ્ર મંથન’ કરવાનું કહ્યું. પછી દેવતાઓએ રાક્ષસોને અમૃતની લાલચ આપી અને તેમની સાથે સમુદ્ર મંથન કર્યું.
ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું
ઇન્દ્ર દેવતાઓના પક્ષના નેતા હતા અને વિરોચન રાક્ષસોના પક્ષનો નેતા હતો. સમુદ્ર મંથન માટે બધાએ મળીને મંદારચલ પર્વતને મંથન અને નાગરાજ વાસુકીને દોરડું બનાવ્યું, પરંતુ નીચે કોઈ ટેકો ન હોવાથી તે ડૂબવા લાગ્યો આ જોઈને ભગવાન વિષ્ણુએ એક વિશાળ કાચબાનું રૂપ ધારણ કર્યું. તેમણે મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર બેસાડ્યો, ત્યારબાદ સમુદ્ર મંથન કરીને એક પછી એક કુલ 14 રત્નો નીકળ્યા. 14મો રત્ન અમૃતથી ભરેલો સોનાનો કળશ હતો, જેના માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરીને દેવતાઓ અને દાનવોને અમૃતનું વિતરણ કર્યું.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)