ઉન્નતિનાં દ્વાર ખોલતી વાંસળી

વાસ્તુશાસ્ત્રમાં વાંસળીને ઉન્નતિ અને પ્રગતિની સૂચક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાની સાથે સાથે શુભતા પણ વધે છે. વાંસળી ઘરમાં રહેલા વાસ્તુદોષને પણ દૂર કરે છે. વાંસળીને ઘરમાં ક્યાં અને કેવી રીતે રાખવી તે જાણીએ.

વાંસની બનેલી વાંસળીનું મહત્ત્વ વધારે છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવી રહી હોય તો બેડરૂમના દરવાજા ઉપર બે વાંસળીઓ લગાવવી.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એક સીધમાં ત્રણ દરવાજા હોય તેને અશુભ માનવામાં આવે છે. તેને દ્વારદોષ કહે છે. આવું હોય તો મકાનમાલિકને બહુ અશુભ ફળ મળે છે. તેને સતત કષ્ટો ભોગવવાં પડે છે, પરંતુ આ પ્રકારના વાસ્તુદોષને પણ વાંસળી દ્વારા દૂર કરી શકાય છે. ઘરના મેન ગેટ ઉપર બે વાંસળી લગાવવાથી આ પ્રકારના વાસ્તુદોષને દૂર કરી શકાય છે.

ઘરમાં શાંતિ અથવા સાધના વગેરે માટે પૂજાસ્થાનના દરવાજા પર વાંસળી લગાવવી શુભ માનવામાં આવે છે. ઘરમાં વાંસળી રાખવાથી ઉન્નતિનાં દ્વાર ખૂલી જાય છે તથા શુભ ફળમાં વૃદ્ધિ થાય છે.

ઘરમાં અચાનક આવેલી મુસીબતોમાંથી છુટકારો મેળવવો હોય તો પ્રવેશદ્વાર પર વાંસની બે વાંસળીને ક્રોસ કરીને લગાવવી જોઈએ. તેનાથી મુશ્કેલીઓ દૂર થશે.

એવું કહેવાય છે કે ઘરમાં કોઈ સખત બીમાર હોય અથવા સ્વાસ્થ્યસંબંધી વિવિધ તકલીફોથી કોઈ પીડાઈ રહ્યું હોય તો ઘરના દરેક રૂમની બહાર અને તે વ્યક્તિના તકિયા નીચે વાંસળી મૂકી દેવી જોઈએ.

જો ઘર પર કોઈએ કાળો જાદુ કર્યો હોય અથવા આત્માઓનો વાસ હોવાની શંકા લાગતી હોય તો વાંસળીને દીવાલ પર તલવારની જેમ જ લટકાવવી જોઈએ.

જો લગ્નજીવન બરાબર ન ચાલતું હોય તો રાત્રે સૂતી વખતે માથા(ઓશિકા)ની નીચે વાંસળી રાખવી જોઈએ. તેનાથી તણાવ, મતભેદ અને મનભેદ દૂર થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)