શનિની સાડાસાતીમાં શનિવારે કરો પીપળાના વિશેષ ઉપાય, આ મંત્રના જાપથી દૂર થશે કષ્ટ

હિન્દુ ધર્મમાં ઝાડ-છોડને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તેમાં ઘણાને પૂજનીય માનવામાં આવ્યાં છે. કહેવામાં આવે છે કે તેમની પૂજાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને પીપળાને લઇને માનવામાં આવે છે કે તેમાં અનેક દેવી-દેવતાઓનો વાસ હોય છે. તેવામાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શનિવાદના દિવસે પીપળાના વૃક્ષ સંબંધિત કેટલાંક ઉપાય કરવામાં આવે તો તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઇ શકે છે અને ખુશીઓનું આગમન થાય છે.

મળશે ભગવાન શિવના આશીર્વાદ

જો તમારા જીવનમાં સમસ્યાઓ અને કષ્ટો દૂર થવાનું નામં નથી લેતા અને તમે તેનાથી છુટકારો મેળવવા માગતા હોય તો શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચેથી સ્વચ્છ માટી લઇને તેનાથી શિવલિંગ બનાવો. તે બાદ તેની વિધિ-વિધાનથી પૂજા કરો અને પછી તેને જળમાં પ્રવાહિત કરી દો. આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવના પણ આશીર્વાદ મળશે.

સાડાસાતી થશે દૂર

જો તમારા પર શનિની સાડાસાતી ચાલી રહી છે અને તમે તેને સરળ વિધિથી ખતમ કરવા માગતા હોય તો શનિવારના દિવસે પીપળાના વૃક્ષને સાચી શ્રદ્ધાથી જળ અર્પણ કરો. પછી વૃક્ષની સાત વાર પરિક્રમા કરો. આ ઉપાય કરવાથી શનિની સાડાસાતી ખતમ થઇ જાય છે.

શુભ ફળની થશે પ્રાપ્તિ

શનિવાદના દિવસે લોટામાં જળ લો અને પછી તેમાં દૂધ અને તલ ભેળવો. તે બાદ તેને પીપળાના ઝાડને અર્પિત કરો. આ દરમિયાનમ તમે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ:’ મંત્રનો જાપ કરો. આવું કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)