ડાબી સુંઢવાળા ગણપતિ બનાવશે ધનવાન, જાણો બાપ્પાની મૂર્તિઓનો મહિમા

સમગ્ર દેશમાં ખુબજ ધામધુમથી ગણેશોત્સવ ચાલી રહ્યો છે. બાપ્પાને ભાવપૂર્વક ભક્તો ભજી રહ્યા છે. રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણપતિજી ભક્તોની મનોકામના પૂર્ણ કરવા 10 દિવસ પૃથ્વી પર ભક્તો વચ્ચે રહે છે. અનંત ચતુર્દશીએ બાપ્પાનું ભારે હૈયે વિસર્જન કરવામાં આવે છે. વિસર્જનની સાથે જ 10 દિવસના પર્વનું સમાપન થાય છે. આ વખતે ગણેશ ઉત્સવ 7 સપ્ટેમ્બરથી લઇને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે.

પંડાલોમાં ગણેશજીની વિવિધ પ્રતિમાઓનું પૂજન થઇ રહ્યુ છે

તમે પંડાલોમાં ભગવાન ગણેશજીની અલગ અલગ પ્રતિમાઓ જોઇ હશે. ક્યાંક ગણપતિ બેઠેલા છે ચો ક્યાંક ગણેશજી સુતેલા આરામદાયક મુદ્રામાં જોવા મળેછે ભગવાનની અલગ અલગ મૂર્તિઓનું અલગ અલગ મહત્ત્વ રહેલુ છે.

બેઠેલા ગણેશજી

એવી માન્યતા છે કે જો બેઠેલા ગણપતિ જીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે. તમામ મનોકામના પૂર્ણ થાય છે. આવા ગણપતિજીની પૂજા કરવી ખુબજ શુભ માનવામાં આવે છે.

ડાબી સુંઢવાળા ગણપતિ

ડાબી સુંઢવાળા ગણપતિને વક્રતુંડ અને વામમુખી કહેવામાં આવે છે. ડાબી તરફ સુંઢવાળા ગણપતિમાં ચંદ્રમાનો વાસ હોય છે. એવુ માનવામાં આવે છે કે ડાબી સુંઢવાળા ગણપતિની પૂજા ગૃહસ્થ લોકો કરી શકે છે. તેનાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

જમણી સુંઢવાળા ગણપતિ

જમણી સુંઢવાળા ગણપતિને સિદ્ધિ વિનાયક કહેવાય છે અને દક્ષિણ તરફ મુખ છે. એવું માનવામાં આવે છે કે જો જમણી સુંઢવાળા ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ સારી બને છે. ઘરની સુખ-સમૃદ્ધિ વધે છે. તેમની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે જો જમણી સુંઢવાળા ભગવાન ગણેશની પૂજા વિધિ પ્રમાણે કરવામાં ન આવે તો તે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે.

નૃત્યની મુદ્રામાં ગણપતિ

જે લોકો કળામાં ખૂબ જ રસ ધરાવતા હોય તેમના માટે નૃત્યની મુદ્રામાં ગણપતિજી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નૃત્ય કરતી વખતે અથવા કોઈપણ વાદ્ય વગાડતી વખતે ગણપતિની મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં સુખ, આનંદ અને કળામાં સફળતા મળે છે.

ઉંદર પર ઊભેલા ગણપતિ

ઉંદર પર ઊભેલા ગણપતિજીને ગણરાજ પણ કહેવાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રતિમાને હિંમતનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ભગવાન ગણેશની આ મૂર્તિની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં જવાબદારીઓ નિભાવવાના આશીર્વાદ મળે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)