ADVERTISEMENT
ADVERTISEMENT

નોકરીમાં પ્રગતિ અને પ્રોપર્ટીમાં ફાયદો, સૂર્ય ગોચરથી આ 4 જાતકોનું ચમકી જશે ભાગ્ય

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનું વિશેષ સ્થાન છે. સૂર્ય દેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આ ગોચરનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. સૂર્ય દેવ 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે. જાણો આ ગોચર કઈ રાશિ માટે શુભ છે.

કન્યા રાશિમાં ગોચર કરશે સૂર્ય
સૂર્ય દેવ 16 સપ્ટેમ્બરે સાંજે 7:52 કલાકે સિંહ રાશિમાંથી નિકળી કન્યા રાશિમાં ગોચર કરશે.

આ રાશિમાં સૂર્ય દેવ 16 ઓક્ટોબર સુધી રહેશે. ખાસ વાત છે કે તે સૂર્ય દેવના મિત્ર ગ્રહની રાશિ છે. વ્યક્તિની કુંડળીમાં સૂર્ય સારા સ્વાસ્થ્ય, પ્રસિદ્ધિ, નામ, સરકારી નોકરી, સફળતા, ઉચ્ચ પદના કારક હોય છે. તે દરેક રાશિમાં લગભગ એક મહિના સુધી બિરાજમાન રહે છે.

જ્યોતિષમાં સૂર્યને આત્માકારક ગ્રહ કહેવામાં આવે છે. તેના પ્રભાવથી આત્મવિશ્વાસ વધે છે. પિતા, અધિકારી અને શાસકીય મામલામાં સફળતા પણ સૂર્યના શુભ પ્રભાવથી મળે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ચાર રાશિઓ માટે ફાયદાકારક
સૂર્યના શુભ પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં પ્રગતિનો યોગ બને છે અને લીડરશીપ કરવાની તક પણ મળે છે. વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના જાતકોની નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. સંપત્તિ અને આર્થિક મામલામાં ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે. ભાગ્યનો સાથ મળી શકે છે. પારિવારિક મામલા માટે પણ સમય શુભ કહી શકાય છે. આ ચાર રાશિઓ પર વર્તમાન અશુભ ગ્રહ સ્થિતિનો પ્રભાવ પડશે નહીં.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

ADVERTISEMENT
ADVERTISEMENT