ધનતેરસ 2024 આ વર્ષે ધનતેરસ ક્યારે ઉજવાશે, જાણો તારીખ અને પૂજાનો સમય

સનાતન ધર્મમાં ધનતેરસને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે દિવાળી પહેલા ઉજવવામાં આવે છે દર વર્ષે આ શુભ દિવસે ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્‍મી, ભગવાન કુબેર અને ધનના દેવતા ધન્વંતરીજીની પૂજા કરવામાં આવે છે.

આ દિવસે ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે. તો આજે આ લેખ દ્વારા અમે તમને જણાવી રહ્યા છીએ કે આ વર્ષે ધનતેરસનો તહેવાર ક્યારે મનાવવામાં આવશે.

ધનતેરસ ક્યારે ઉજવાશે?

પંચાંગ અનુસાર ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરે સવારે 10.31 કલાકે શરૂ થશે. જે 30 ઓક્ટોબરે બપોરે 1:15 કલાકે સમાપ્ત થશે. આ વર્ષે 29 ઓક્ટોબર, મંગળવારે ધનતેરસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે.

ધનતેરસ પર પૂજા માટેનો શુભ સમય-

તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે એટલે કે 29 ઓક્ટોબર મંગળવારના રોજ સાંજે 6:30 થી 8:12 સુધી પૂજા કરવાનો શુભ સમય મળી રહ્યો છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે, તેની સાથે આ દિવસે દાન કાર્ય કરવાથી દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ધનમાં પણ વધારો થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)