ગણપતિ વિસર્જન: આમ તો પરંપરાગત રીતે ગણેશજીનું વિસર્જન નદીઓ, તળાવ અથવા સમુદ્રમાં કરવામાં આવે છે. પરંતુ પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે સામાન્ય રીતે લોકો ગણેશજીનું વિસર્જન ઘરે જ કરતાં હોય છે. ભક્તોના મનમાં એક સવાલ હોય છે કે શું ઘરે વિસર્જન કરવું શાસ્ત્રો પ્રમાણે યોગ્ય છે કે નહિ. ચાલો જ્યોતિષ પંડિત રમેશ ભોજરાજ દ્વિવેદી પાસેથી જાણીએ.
શું ઘર પર ગણેજીનું વિસર્જન કરી શકાય
ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો તમે તમારા ઘરે પણ ગણેશજીનું વિસર્જન કરી શકો છો. કોઈ પણ પુરાણોમાં તેની મનાઈ કરવામાં આવી નથી. જો કે તેનું વિસર્જન કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી કોઈ નકારાત્મક પ્રભાવ ન પડે. પર્યાવરણને થતા નુકસાનને લીધે ધાર્મિક અને જ્યોતિષ બંનેમાં ઘરે ગણેજી વિસર્જનને યોગ્ય માનવામાં આવ્યું છે.
કેવી રીતે કરવું વિસર્જન
સૌથી પહેલી ગણેજીની આરતી કરો. ગણેશજીને ફુલ, ફલ, મીઠાઈઓ ધરાવો. ગણેશજીને મોદક વધારે પ્રિય છે એટલે એ પણ ધરાવી શકો છો. બાપ્પાની વિદાય વખતે તેમનો આભાર પ્રગટ કરતાં ભક્તિભાવ સાથે ગીતો ગાવા જોઈએ. એવું માનવામાં આવે છે કે વિદાય વખતે જેટલી વધારે પ્રેમ અને ભક્તિ હશે, આવતા વર્ષે ગણેશજી વધારે આશિર્વાદ સાથે પાછા આવે છે.
શુભ મુહૂર્તમાં જ ગણેશ વિસર્જન કરો
ગણેશ સ્થાપનની જેમ ગણેશ વિસર્જનનો સમય પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે દિવસનો કેટલોક સમય જ વિસર્જન માટે શુભ માનવામાં આવે છે. કારણકે આ સમયે ભગવાન ગણેશ ભક્તોની પ્રાર્થનાઓ સાંભળવા માટે હાજર હોય છે.
વિસર્જન માટે યોગ્ય પાત્રની પસંદગી
ઘરે જ ગણપતિ વિસર્જન માટે સૌથી પહેલા એક ચોખ્ખું, મોટું પાત્ર લો. જેમાં ગણપતિ વિસર્જન માટે જરુરી પાણી ભરી શકાય. યાદ રાખો કે પાત્ર એટલું હોવું જોઈએ કે તેમાં ગણેશજીની આખી મૂર્તિ ડૂબી શકે અને મૂર્તિને કોઈ નુકસાન ન થાય. સામાન્ય રીતે ગણપતિ ઉત્સવ પર માટીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જેથી તે સરળતાથી પાણીમાં ભળી જાય અને પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચે.
જો તમે પણ ઘરે ગણપતિ વિસર્જન કરવા જઈ રહ્યા છો તો અહીં જણાવેલી બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે.
ગણેશ વિસર્જન પાછળ ઊંડો અર્થ
ગણેશ વિસર્જનનો એક ઊંડો આધ્યાત્મિક અર્થ છે. વાસ્તવમાં આ સર્જન અને વિસર્જનના એક ચક્રને દર્શાવે છે. જે આપણને હંમેશા જીવનની નશ્વરતા યાદ અપાવે છે. ગણેશનું વિસર્જન આપણને યાદ અપાવે છે કે કોઈ પણ શરૂઆતનો અંત જરૂર હોય છે. જ્યારે આપણે ઘરે ગણેજીનું સ્થાપન કરીએ છીએ ત્યારે તે તેમનું ભૌતિક રુપ હોય છે. અને વિસર્જનનની સાથે જ તે રુપ ફરી પ્રકૃતિમાં વિલિન થઈ જાય છે. અને તેમના આશિર્વાદ અને ઉર્જા હંમેશા ભક્તો સાથે રહે છે. જે એક વૈરાગ્યને પણ સમજાવે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)