17 સપ્ટેમ્બર મંગળવારથી પિતૃ પક્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. પિતૃ પક્ષને હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે દાન કરવામાં આવે તો પિતૃઓની સાથે-સાથે દાન કરનાર વ્યક્તિ અને તેમના પરિવારને પણ અનેક લાભ મળે છે.
પિતૃ પક્ષ દરમિયાન તલનું દાન કરવાથી શું ફાયદો થાય છે?
શાસ્ત્રોમાં તલને પિતૃઓના આહાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ કારણોસર, તર્પણ દરમિયાન અને પૂર્વજો માટે તૈયાર કરાયેલા ખોરાકમાં તલ ઉમેરવામાં આવે છે.
- આવી સ્થિતિમાં જો તેમને તલનું દાન કરવામાં આવે તો પિતૃઓ તેનાથી પ્રસન્ન થાય છે. જો તમારા પૂર્વજો નારાજ છે તો તમે તલનું દાન કરીને તેમને પ્રસન્ન કરી શકો છો.
- આ સિવાય પિતૃ પક્ષ દરમિયાન તલનું દાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. પિતૃ શાંત થાય છે અને પરિવારનું રક્ષણ કરે છે.
- જો પિતૃઓન ક્રોધ કે નારાજગીના કારણે પિતૃદોષ ઉત્પન્ન થયો હોય તો શ્રાદ્ધના 16 દિવસ સુધી સતત તલનું દાન કરવાથી દોષ દૂર થાય છે.
- કાળા તલનું દાન મુખ્યત્વે પિતૃ પક્ષ દરમિયાન કરવું જોઈએ. સફેદ તલનું દાન કરવું પણ શુભ છે, પરંતુ કાળા તલ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- પિતૃપક્ષ દરમિયાન કાળા તલનું દાન કરવાથી પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે. તેમજ પિશાચ જગતમાં ભટકતા પૂર્વજોને મોક્ષ મળે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)