હિંદુ ધર્મમાં શ્રાદ્ધ અને પિંડ દાનનું ખૂબ મહત્વ છે. પિતૃ પક્ષ (Pitru Paksha 2024) ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી અશ્વિન મહિનાની અમાવાસ્યા સુધી ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈને 2 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે.
મોટાભાગે પિંડ દાન અને શ્રાદ્ધ પુરુષો જ કરે છે.
ત્યારે લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે શું મહિલાઓ પણ શ્રાદ્ધ કરી શકે છે. ત્યારે જાણો મહિલાઓ શ્રાદ્ધ કરી શકે છે કે નહીં…
પિતૃ પક્ષ 2024 – Pitru Paksha 2024
- ધાર્મિક માન્યતાઓ અનુસાર, પિતૃ પક્ષના આ 16 દિવસો પૂર્વજોની પૂજા, આત્મ શાંતિ અને આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ ખાસ હોય છે, તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે.
- શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ દરમિયાન આપણા બધાના પૂર્વજો પૃથ્વી પર આવે છે.
- પિતૃ પક્ષમાં પિંડદાન કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે.
- પિતૃ પક્ષ દરમિયાન ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે, જેથી પિતૃઓની કૃપા પરિવાર પર બની રહે છે.
- લોકો શ્રાદ્ધ દરમિયાન પૂજા સંબંધિત કાર્યો પર વધુ ભાર મૂકે છે. તેનાથી પિતૃઓનો આશીર્વાદ અને જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
- આ દરમિયાન પિતૃઓને તર્પણ અર્પણ કરવાથી પિતૃઓનું ઋણ ચૂકવવામાં મદદ મળે છે.
મહિલાઓ પણ કરી શકે છે શ્રાદ્ધ અને પિંડ દાન
- ધાર્મિક ગ્રંથો અનુસાર, જે ઘરમાં પુત્ર ન હોય તે ઘરની મહિલાઓ પિંડ દાન અને શ્રાદ્ધ કર્મ કરી શકે છે. ગરુડ પુરાણમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
- ગરુડ પુરાણ અનુસાર, જો કોઈ વ્યક્તિને પુત્ર ન હોય અને તેને છોકરી હોય તો તે પોતાના પિતૃઓ માટે પિંડ દાન અને શ્રાદ્ધ કરે છે.
- માનવામાં આવે છે કે જો છોકરીઓ તેમના પૂર્વજો માટે ભક્તિભાવથી પિંડ દાન અને શ્રાદ્ધ કરે છે, તો પૂર્વજો તેનો સ્વીકાર કરે છે અને કન્યાને આશીર્વાદ આપે છે.
- છોકરી સિવાય પુત્રવધૂ કે પત્ની પણ પિંડ દાન અને શ્રાદ્ધ કરી શકે છે.
માતા સીતાએ કર્યું હતું રાજા દશરથનું પિંડ દાન
વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે કે, વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતા જ્યારે પિતૃ પક્ષ દરમિયાન ગયા પહોંચ્યા હતા. તે દરમિયાન ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ શ્રાદ્ધ માટેની સામગ્રી લેવા ગયા ત્યારે તેમને મોડું થયું હતું. આ દરમિયાન માતા સીતાને રાજા દશરથના દર્શન થયા હતા. રાજા દશરથે માતા સીતા પાસેથી પિંડ દાનની કામના કરી હતી. આ પછી માતા સીતાએ વડના ઝાડ, કેતકીના ફૂલ અને ફાલ્ગુ નદીને સાક્ષી માનીને એક રેતીનો ગોળો બનાવીને તેના દ્વારા રાજા દશરથનું પિંડ દાન કર્યું હતું. માતા સીતા દ્વારા કરવામાં આવેલા આ પિંડ દાનથી રાજા દશરથ પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા.
મહિલાઓ પિંડ દાન કરતી વખતે આ બાબતોનું રાખે ધ્યાન
- શ્રાદ્ધ કરતી વખતે મહિલાઓએ સફેદ અને પીળા વસ્ત્રો પહેરવા જોઈએ.
- ધાર્મિક માન્યતાઓ માનીએ તો માત્ર પરિણીત મહિલાઓએ જ શ્રાદ્ધ કરવું જોઈએ.
- મહિલાઓએ તર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ કુશ, જળ અને કાળા તલ ઉમેરીને તર્પણ કરી કરી શકે નહીં.
- જો શ્રાદ્ધ તિથિ યાદ ન હોય તો નવમીના દિવસે વૃદ્ધ સ્ત્રી-પુરુષોનું અને પંચમીના દિવસે સંતાનનું શ્રાદ્ધ કરવું.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)