બાપ્પાને પ્રિય નંબર કયો છે, શું ગણપતિના પ્રિય નંબર સાથે તમારે છે કોઇ સંબંધ ?

અત્યારે સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધૂમ મચી છે. ઠેર ઠેર ગણેશ પંડાલ લાગ્યા છે અને બાપ્પાની પૂજા, આરતી અને દર્શન માટે લોકો એકઠા થઇ રહ્યાં છે. અંકશાસ્ત્ર અનુસાર 5 નંબર વાળા લોકો પર ગણપતિની વિશેષ કૃપા હોય છે. તમે નંબર દ્વારા તમારા ભવિષ્ય વિશે જાણી શકો છો. જો તમારી જન્મ તારીખ 5, 14 અથવા 23 છે તો તમારો મૂલાંક નંબર 5 થશે.

આ મૂલાંકનો સ્વામી બુધ કહેવાય છે. ગણેશને બુધ ગ્રહના કારક દેવતા માનવામાં આવે છે.

આ વર્ષે 7 સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશ ચતુર્થી છે. આ અવસરે 5 નંબરવાળા લોકો પર બાપ્પાની કૃપા વરસે છે, જ્યારે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી પણ લાભ થાય છે.

પુરાણો અનુસાર ભગવાન ગણેશની પૂજા કરવાથી શત્રુઓ અને ગ્રહોના પ્રભાવથી બચી શકાય છે, એટલા માટે ગણેશજીને વિઘ્નો દૂર કરનાર પણ કહેવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત બને છે. જેના કારણે વ્યક્તિને ધન, બુદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મળે છે. 5 નંબર વાળા લોકોએ ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાયો કરવા જોઈએ, એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

ભગવાન ગણેશને ધરો અર્પણ કરો
લીલી વસ્તુઓનું દાન કરો
બાળકોને વાંચન અને લેખન સામગ્રી ભેટ આપો
ગાયને લીલો ચારો ખવડાવો
હૉસ્પિટલમાં જરૂરી દવાઓ પહોંચાડવી
કિન્નરોને દાન કરો

ગણેશ મંત્ર (Ganesh Mantra) –
ગણેશ ચતુર્થીના અવસર પર મૂલાંક નંબર 5 ધરાવતા ગણેશ મંત્રની માળાનો 108 વાર જાપ કરવો જોઈએ, ભગવાન ગણેશનો આ શક્તિશાળી મંત્ર જીવનમાં ખુશીઓ લાવે છે. જ્ઞાન આપનાર ભગવાન ગણેશ જીવનને ધન અને અનાજથી ભરી દે છે. નોકરી, ધંધો અને કારકિર્દીમાં આવતા તમામ અવરોધોનો નાશ કરે છે.

एकदंताय विद्महे, वक्रतुंडाय धीमहि, तन्नो दंती प्रचोदयात।।

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)