જો શરીરમાં વિટામીન સીની ઉણપ હોય તો ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે જો શરીરમાં વિટામીન સી મર્યાદા કરતા વધી જાય તો શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે.
જો તમે જરૂરિયાત કરતાં વધુ વિટામિન સી લો છો તો તે તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. એટલું જ નહીં તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
વધુ પડતું વિટામિન સી લેવાથી પેટમાં બળતરા, ગેસ, ઝાડા અને ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
વધુ પડતું વિટામિન સી પણ કિડની સ્ટોનની સમસ્યાનું કારણ બની શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારી કિડની સારી રીતે કામ કરે તો તમારે વધુ પડતા વિટામિન્સ લેવાનું ટાળવું જોઈએ.
વિટામિન સીનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેના કારણે માથાનો દુખાવો અને ચક્કર પણ આવી શકે છે. દરરોજ 60-90 મિલિગ્રામ વિટામિન સી લેવું જોઈએ. જેથી તે ત્વચા માટે ફાયદાકારક છે.વિટામિન સીનું રોજ મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ, તે ત્વચા, સ્વાસ્થ્ય અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.