ભારતના મોટાભાગના ઘરોમાં મસાલા તરીકે કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર કાળા મરીમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિઓબેસિટી અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. ત્યારે જાણો કાળા મરી ખાવાના ફાયદા અને ગેરફાયદા.
કાળા મરીના ફાયદા
ઈન્ફેક્શનથી બચાવ
કાળા મરી બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરી શકે છે.
કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. આ ગુણધર્મો લોકોને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.
સાંધાના દુખાવામાં આપે છે રાહત
કાળા મરીમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઆર્થરાઈટિસ અસર હોય છે, જે ગુણધર્મો સંધિવાને કારણે થતા દુખાવો અને સોજો ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
ઓરલ હેલ્થ માટે ફાયદાકારક
કાળા મરીમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ મળી આવે છે. જે મોંમાં હાજર હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે અને સોજામાં રાહત આપે છે.કાળા મરી ખાવાથી દાંત સુરક્ષિત રહે છે.
પાચન સુધારે છે
કાળા મરીમાં પાઇપરિન હોય છે, જે પાચન ક્ષમતા વધારવામાં મદદ કરે છે અને પાચન પ્રક્રિયાને પણ સુધારે છે. તેનાથી ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
કાળા મરીમાં પાઇપરિન અને એન્ટિઓબેસિટી અસર હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ભોજનમાં કાળા મરીનો સમાવેશ કરી શકાય છે અથવા તેનો ઉકાળો બનાવીને પી શકાય છે.
શરદી અને ઉધરસમાં મળે છે રાહત
કાળા મરીમાં હાજર પાઇપરિન શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત આપે છે. કાળા મરી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી શરીરને બેક્ટેરિયલ અને વાયરલ ચેપ સામે લડવામાં મદદ મળે છે.
કાળા મરીના નુકશાન
- કાળા મરીની અસર ખૂબ જ ગરમ હોય છે. પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકોએ કાળા મરીનું સેવન ટાળવું જોઈએ.
- નાના બાળકોને મોટી માત્રામાં કાળા મરીનું સેવન કરાવવાનું ટાળો.
- સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ ડૉક્ટરની સલાહ બાદ જ કાળા મરીનું સેવન કરવું જોઈએ.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી. )