દાડમ પોષકતત્વોથી ભરપુર ફળ છે. રોજ એક દાડમના દાણા ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે. દાડમના દાણા સ્વાદમાં ખાટા-મીઠા હોય છે. પોષકતત્વોથી ભરપુર દાડમ ખાવાથી શરીરને જરૂરી વિટામિન-સી, ફોલેટ અને પોટેશિયમ મળે છે. દાડમમાં એવા તત્વો પણ હોય છે જે ત્વચાને સુંદર બનાવે છે. રોજ સવારે ખાલી પેટ એક દાડમના દાણા ખાવાથી શરીરને અલગ અલગ લાભ થાય છે.
દાડમ ખાવાથી થતા લાભ
1. રોજ ખાલી પેટ એક દાડમના દાણા ખાવાથી શરીરમાં બેક્ટેરિયલ ઈંફેકશન થવાનું જોખમ ઘટે છે. નિષ્ણાંતો અનુસાર નિયમિત રીતે દાડમ ખાવાથી સ્ટ્રેસ અને સોજાની સમસ્યા ઓછી થાય છે. દાડમ હાર્ટ પ્રોબ્લેમ, કેન્સર અને ડાયાબિટીસની બીમારીમાં પણ મદદગાર સાબિત થાય છે.
2. દાડમમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. દાડમ હાર્ટ પેશન્ટ માટે લાભકારી છે. દાડમ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ રહે છે. દાડમ બીપીની સમસ્યાને પણ કંટ્રોલ કરે છે. રોજ એક દાડમ ખાવાથી હાર્ટની હેલ્થ સુધરે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે.
3. દાડમ ફાઈબરથી ભરપુર હોય છે. ફાઈબર મળત્યાગની પ્રક્રિયામાં સહાયક છે. તેને ખાવાથી આંતરડાની સફાઈ થાય છે. તેનાથી પાચન તંત્રમાં સોજો ઓછો થાય છે. દાડમ ખાલી પેટ ખાવાથી અલ્સરની સમસ્યા અટકે છે.
4. દાડમમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરના સોજાથી રાહત આપે છે. દાડમમાં એવા તત્વ પણ હોય છે જે કોલન કેન્સરની રોકધામમાં મદદ કરે છે.
5. દાડમ વિટામિન સીનો મુખ્ય સોર્સ છે. તે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. દાડમ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. દાડમ ખાવાથી વાઈટ બ્લડ સેલ્સનો ગ્રોથ વધે છે.
6. દાડમમાં એવા કંપાઉન્ડ હોય છે જે સન ટેનિંગથી બચાવે છે. દાડમ સ્કિનમાં કોલેજનનું ઉત્પાદન વધારે છે.
7. દાડમ ખાવાથી બ્રેન હેલ્થ પણ સુધરે છે. દાડમમાં એવા તત્વ હોય છે જે ન્યૂરો બીમારીઓનું જોખમ ઘટાડે છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)