ચોમાસામાં રહે છે કાનમાં ઈન્ફેક્શનનો ખતરો, જાણી લો કારણ, લક્ષણ અને બચવાના ઉપાય

ચોમાસામાં અનેક પ્રકારના રોગો થવાનું જોખમ ઘણું જ વધી જાય છે. ચોમાસાની ઋતુમાં શરદી અને ખાંસીની સમસ્યા સામાન્ય છે. આ સિવાય ચોમાસામાં ત્વચા, આંખ અને કાનને પણ અસર થાય છે. ચોમાસામાં મોટાભાગે લોકોને કાનમાં ઈન્ફેક્શનની સમસ્યા પરેશાન કરે છે.

કેટલીક વખત વરસાદમાં પલળી જવાના કારણે વરસાદી પાણીને લીધે, વ્યક્તિને કાનમાં તીવ્ર દુખાવો, કાન સુન્ન થઈ જવા અથવા કાન સંબંધિત અન્ય કોઈ સમસ્યા થઈ શકે છે.

ત્યારે જો તમને પણ ચોમાસાની સિઝનમાં કાનની સમસ્યા થાય છે તો તેનાથી બચવા માટેના ઉપાયો જાણી લો. જાણો કાનના ચેપના લક્ષણો અને નિવારણના ઉપાયો.

કાનના ઈન્ફેક્શનનું કારણ

એક્સપર્ટ્સના મતે, ચોમાસામાં ભેજના કારણે આંખ, કાન અને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. ભેજના કારણે ફંગલ ઈન્ફેક્શનને ઉતપન્ન કરનાર બેક્ટેરિયા માટે સંવર્ધન સ્થળ બની શકે છે. કાનમાં ગંદકી અને ઈયરબડ્સના નિશાન પણ કાનના ઈન્ફેક્શનનું કારણ બની શકે છે.

કાનના ઈન્ફેક્શનના લક્ષણો

  • કાનમાં દુખાવો થવો.
  • કાનમાંથી સફેદ કે પીળો પરુ નીકળવો.
  • કાનમાં ભારેપણુંની લાગણી.
  • કાનની અંદર ખંજવાળ.
  • અવાજ બરાબર સાંભળી ન શકવો.
  • કાનનો બાહ્ય ભાગ લાલ થવો.

કાનના ઈન્ફેક્શનની સમસ્યાથી બચવા માટેની ટિપ્સ

  • ચોમાસામાં કાનમાં ભેજને અટકાવવા કાનને હંમેશા સ્વચ્છ અને સૂકા રાખો.
  • કાન લૂછવા માટે નરમ સુતરાઉ સ્વચ્છ કપડાનો ઉપયોગ કરો.
  • હંમેશા ઇયરફોન અથવા ઈયરબડ્સનો ઉપયોગ ન કરો.
  • અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ઇયરફોનનો ઉપયોગ કરવાનું ટાળો.
  • ઇયરફોનને વાંરવાર સાફ કરતા રહો, જેથી ચેપનું જોખમ ઘટી જાય.
  • ગળામાં ઈન્ફેક્શન કે ગળામાં ખરાશને કારણે પણ કાનમાં ઈન્ફેક્શન થઈ શકે છે. તેથી ગળાનું ધ્યાન રાખો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી. )