ADVERTISEMENT
ADVERTISEMENT

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસી, ખોટા ઉપયોગથી થઈ શકે છે સમસ્યા

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સાથે જ તુલસીના છોડની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીમાં મળી આવતા ઔષધીય ગુણોને કારણે તેનો મેડિકલમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં સદીઓથી તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, તેના ખોટા ઉપયોગથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

ત્યારે જાણો તુલસીના અદ્ભુત ફાયદાઓ સાથે તેને ખાવાની સાચી રીત અને કેટલીક આડઅસર.

તુલસીના ફાયદા (Benefits of Tulsi)

કેન્સર વિરોધી ગુણધર્મો

  • તુલસી ફાયટોકેમિકલ્સ મજબૂત એન્ટીઓક્સીડેન્ટ ગુણો ધરાવે છે.
  • તે વ્યક્તિને સ્કિન, લિવર,મોં અને ફેફસાના કેન્સરથી બચાવવામાં મદદ કરે છે.

કિડની સ્ટોનમાં કરી શકાય છે ઉપયોગ

  • તુલસી શરીરને ડિટોક્સિફાય કરે છે અને તેમાં મૂત્રવર્ધક ગુણ હોય છે.
  • તુલસી શરીરમાં યુરિક એસિડનું લેવલ ઘટાડે છે, જે કિડનીની પથરી બનવાનું મુખ્ય કારણ છે.
  • યુરિક એસિડનું લેવલ ઘટવાથી પણ ગાઉટના દર્દીઓને રાહત મળે છે.

શરદી-ઉધરસને ઘટાડે છે

  • તુલસીમાં હાજર કેમ્પીન, સિનેઓલ અને યુજેનોલ છાતીમાં શરદી-ઉધરસને ઘટાડવામાં મદદ કરે છે.
  • તુલસીના પાનનો રસ મધ અને આદુ સાથે મિક્સ કરીને પીવાથી બ્રોન્કાઇટિસ, અસ્થમા, ઈન્ફલ્યુએન્ઝા, ઉધરસ અને શરદીમાં અસરકારક છે.

નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર

ADVERTISEMENT
ADVERTISEMENT
  • તુલસીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને ઝિંક મળી આવે છે.
  • જે કુદરતી રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર (નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર) તરીકે કામ કરવાની સાથે ચેપને પણ દૂર રાખે છે.
  • તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ફંગલ ગુણો હોય છે, જે વ્યક્તિને ઘણા પ્રકારના ચેપથી બચાવે છે.

સ્કિન અને વાળ માટે સારું

  • તુલસી સ્કિનના ડાઘ અને ખીલ દૂર કરવામાં મદદ કરે છે.
  • તુલસી એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ હોવાથી એન્ટિ એજિંગને રોકવામાં મદદ કરે છે.
  • તુલસી વાળના મૂળને મજબૂત બનાવવાની સાથે તેને ખરતા અટકાવે છે.
  • આ સાથે એન્ટિફંગલ ગુણો ફૂગ અને ડેન્ડ્રફને અટકાવે છે.

તણાવ અને થાક ઘટાડે છે

  • રિપોર્ટસ અનુસાર, તુલસીના ઘણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય લાભો છે.
  • દિવસભરના થકાણ પછી તુલસીનું પીણું પીવાથી સ્ટ્રેસ અને થાક દૂર કરવામાં મદદ મળે છે.

ઓરલ હેલ્થ માટે શાનદાર

  • તુલસીમાં દાંત અને પેઢાને મજબૂત બનાવતા ગુણો હોય છે.
  • આ ઉપરાંત તુલસી મોઢાના ચાંદા પણ મટાડી શકે છે.
  • તે ઓરલ હેલ્થની કાળજી લેવા માટે બેસ્ટ છે.

તુલસી ખાવાની સાચી રીત

  • કેટલાક લોકો તુલસીના પાન ચાવીને ખાય છે, જ્યારે આ બિલકુલ ખોટું છે.
  • તુલસીના પાન ન ચાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ છે કે, તેના પાંદડામાં મર્કરી અને આયર્ન હોય છે, જે ચાવવાથી જ બહાર આવે છે. જે દાંતને નુકસાન પહોંચાડે છે.
  • તુલસીના પાન એસીડીક હોય છે.
  • દરરોજ તુલસીના પાન ચાવવાથી દાંતને નુકસાન થઈ શકે છે.
  • તુલસીના પાન ચાવવાને બદલે તેને પાણી સાથે ગળી શકાય છે.
  • તુલસીના પાન ખાવાની શ્રેષ્ઠ રીત છે તેને ઉકાળીને અથવા ચામાં ઉકાળીને પીવી.

તુલસી ખાવાની આડ અસરો

ADVERTISEMENT
ADVERTISEMENT
  • તુલસી એ મહિલાઓની પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે, જે ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરી રહી છે.
  • જ્યારે પ્રથમ વખત આહારમાં તુલસીની ચાનો સમાવેશ કરવામાં આવે છે, ત્યારે તે વ્યક્તિને ઉબકા અથવા ઝાડાનો અનુભવનો થાય છે. જેથી થોડી માત્રાથી શરૂઆત કરીને સમય જતાં તેમાં વધારો કરો.
  • તુલસી બ્લડ સુગર ઘટાડી શકે છે.
  • જે લોકોને ડાયાબિટીસ છે અને જેઓ બ્લડ સુગર ઘટાડતી દવા લેતા હોય તેઓએ સાવધાની સાથે તેનો ઉપયોગ કરવો જોઈએ.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)