આજકાલની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં હાઈ બ્લડ પ્રેશર (High BP) એક સામાન્ય સમસ્યા છે. સમગ્ર વિશ્વમાં હાઈ બીપીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. લોકોની બદલાતી લાઈફસ્ટાઈલને કારણે હાઈ બીપીની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. ખરાબ ડાયટ, આલ્કોહોલ અને સિગારેટ પીવાની ટેવ, મેદસ્વીતા અને શારીરિક એક્ટિવિટીના અભાવને કારણે આ રોગ ઝડપથી વધી રહ્યો છે.
હાઈ બીપી (High BP)ની સમસ્યાથી બચવા માટે લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે. નિયમિત એક્સરસાઈઝ કરવું હાઈ બીપીને કંટ્રોલમાં કરી શકે છે. ત્યારે આજે અમે તમને હાઈ બીપીને કંટ્રોલમાં કરી શકાય તેવી કેટલી સરળ એક્સરસાઈઝ વિશે જણાવવા જઈ રહ્યા છે. જાણો.
હાઈ બીપી માટે બેસ્ટ એક્સરસાઈઝ –
યોગ અને ધ્યાન (Yoga and Meditation for High BP)
- યોગ અને ધ્યાન બીપીને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે.
- તેને કરવા માટે અન્ય એક્સરસાઈઝની જેમ તાકાતની જરૂર નથી.
- યોગ કરવાથી શરીરને આરામ મળે છે, જે બ્લડ સર્કુલેશન સુધારે છે.
- ધ્યાનથી મનને આરામ મળે છે, જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
- તણાવ એ બીપી વધવાનું એક પ્રમુખ કારણ છે.
સાયકલિંગ (Cycling for High BP)
- સાયકલિંગ જેવી હળવી એક્સરસાઈઝ બીપીના લેવલને સામાન્ય બનાવવામાં મદદ કરે છે.
- દરરોજ ત્રણ સેટ્સમાં 10 મિનિટ સુધી અથવા 30 મિનિટ સતત સાયકલિંગ કરવાથી બીપીને મેનેજ કરવામાં ઘણી મદદ મળી શકે છે.
ઍરોબિક્સ (Aerobics for High BP)
- હાઈ બીપી (High BP)ને કંટ્રોલ કરવા માટે ઍરોબિક્સનો ઉપયોગ કરી શકાય છે.
- આ માટે રનિંગ અથવા ડાન્સ જેવી એક્ટિવિટીનું સિલેક્શન કરી શકો છો.
- રેગ્યુલર એરોબિક એક્સરસાઈઝ હાર્ટને બ્લડ પમ્પ કરવા માટે વધુ સારું બનાવે છે, તે બ્લડ સર્કુલેશન સુધારે છે અને બ્લડ વેસેલ્સના તણાવને ઘટાડે છે.
- આનાથી બીપીના લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
સ્વિમિંગ (Swimming for High BP)
- સ્વિમિંગ બીપીને કંટ્રોલ કરવા માટે બેસ્ટ લો ઈમ્પેક્ટ એક્સરસાઈઝ છે.
- સ્વિમિંગથી હાર્ટ મજબૂત થાય છે, જેનાથી તેની બ્લડને પંપ કરવાની ક્ષમતા વધી જાય છે.
- દરરોજ 30 મિનિટ સ્વિમિંગ કરવું હાર્ટ માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.
બ્રિસ્ક વોકિંગ (Brisk walking for High BP)
- બ્રિસ્ક વોકિંગ એટલે કે ઝડપી ચાલવું બીપીને ઘટાડવા માટે સૌથી સરળ પણ અસરકારક એક્સરસાઈઝ છે.
- તેમાં ઘૂંટણ અથવા સ્નાયુઓ પર દબાણ પડે છે અને તેથી તે વૃદ્ધો માટે બેસ્ટ ઓપ્શન છે.
- દરરોજ 15 મિનિટની બ્રિસ્ક વોકિંગ એક્સરસાઈઝ હાર્ટ બીટ રેટ વધારવાની સાથે કેલરી પણ બર્ન કરે છે.
ટ્રેડમિલ (Treadmill for High BP)
- ટ્રેડમિલ પર વોકિંગ અથવા જોગિંગ કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય સુધારવામાં મદદ મળે છે.
- ટ્રેડમિલ પર દરરોજ 30 મિનિટ સુધી સામાન્ય સ્પીડમાં વોકિંગ કરવાથી બીપી વધવાનું જોખમ ઘટાડી શકાય છે.