ADVERTISEMENT
ADVERTISEMENT

તમને પણ વેક્સિંગ બાદ થાય છે ફોલ્લીઓ? તો ન કરો આ ભૂલ

  • વેક્સિંગથી અણગમતા વાળ કરી શકો છો દૂર
  • ડેડ સ્કિન નીકળી જવાથી સ્કિન થઇ જાય છે ક્લિન
  • પરંતુ ઘણા લોકોને ફોલ્લી થવાની મળે છે ફાયદો

છોકરીઓ સુંદર દેખાવા માટે વેક્સિંગ અને થ્રેડિંગ કરાવે છે. જેને કારણે અણગમતા વાળ તેમજ ડેડ સ્કીન નીકળી જાય છે. તમે સ્કિન ટચ કરો તો એકદમ મુલાયમ લાગે છે. પરંતુ વેક્સિંગ કરાવાને લીધે ઘણીવાર સ્કિન ખરાબ થઇ જાય છે.

રેડ રેસિસ થઇ જાય છે. ખંજવાળ આવવા લાગે છે. ઘણીવાર તો એવુ થાય છે કે લોહીની ટશર ફૂટે છે. એટલેકે જે લોકોની સ્કિન એકદમ સેન્સેટિવ છે તેવા લોકોએ વેક્સ કરાવવુ એટલે જાણે કે રિસ્ક લેવા બરાબર.

સેન્સેટીવ સ્કિન હોવાથી થાય છે સમસ્યા

વેક્સિંગની પ્રક્રિયામાં પટ્ટીથી વાળને ખેંચીને રિમૂવ કરવામાં આવે છે. જેથી વાળ મૂળમાંથી નીકળે છે. આથી સ્કિન થોડા સમય માટે રેડ થઇ જાય છે. પરંતુ જે લોકોની સ્કિન એકદમ સેન્સેટિવ છે તેમણે વધારે સારસંભાળ રાખવાની જરૂર છે.

જો વેક્સિંગ કર્યા પછી ત્વચા પર ફોલ્લીઓ થાય, સ્કિન રેડ થઇ જાય અને ખંજવાળ આવે તો યોગ્ય ઉત્પાદનનો ઉપયોગ ન કરવાને કારણે આ સમસ્યા થઇ શકે છે. નહીં તો એવુ પણ હોઇ શકે છે કે તમે વેક્સિંગ કર્યા બાદ યોગ્ય સારસંભાળ રાખતા નથી. ત્યારે આવો જાણીએ વેક્સિંગ કર્યા બાદ શું ખાસ ધ્યાનમાં રાખવું.

બ્લીચ કરવુ નહીં

અનિચ્છનીય વાળ દૂર કરવા માટે લોકો ફેસ વેક્સ પણ કરાવે છે, તો ભૂલથી પણ તેના પછી બ્લીચ ન કરાવો, નહીં તો ત્વચાને નુકસાન થઈ શકે છે, કારણ કે બ્લીચમાં કેમિકલ હોય છે, જેની પ્રતિક્રિયા ત્વચા પર થાય છે. જેમ કે સ્કિન રેડ થવી, સોજો આવવો વગેરે. લાલાશ, સોજો વગેરે હોઈ શકે છે.

સાબુનો ઉપયોગ ટાળો

ADVERTISEMENT
ADVERTISEMENT

જો વેક્સિંગ કરાવ્યું હોય તો ઓછામાં ઓછા એક કે બે કલાક સુધી ત્વચા પર સાબુ, ફેસ વોશ વગેરેનો ઉપયોગ કરવાનું ટાળો. તેનાથી તમારી ત્વચા પર ખંજવાળ અને લાલાશની સમસ્યા પણ વધી શકે છે.

તડકામાં ન જવું

વેક્સિંગ પછી ખાસ કરીને થોડા કલાકો સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવો તેની ખાસ કાળજી લેવી. આ સિવાય જ્યાં વધારે ગરમી હોય ત્યાં કોઈ પણ કામ ન કરો. તેનાથી તમારી ત્વચા પર ચકામા, બળતરા વગેરે થઈ શકે છે. વેક્સિંગ પછી ઓછામાં ઓછા 24 કલાક સુધી ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ.

વેક્સિંગ કરાવ્યા પછી આટલુ કરો

જો તમે વેક્સ કરાવ્યું હોય, તો પછી તમારે ત્વચા પર સારું મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. આ સિવાય તમે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ તમારી ત્વચાને હાઇડ્રેટ કરશે અને ઠંડક પણ આપશે. ત્વચા પર ફોલ્લીઓ અને લાલાશથી પણ રક્ષણ મળશે. ઉપરના તમામ પ્રિકોશન રાખ્યા બાદ પણ ફોલ્લીઓ અને ખંજવાળ આવે તો તમારે વેક્સિંગ કરાવવા માટેના અન્ય ઓપ્શન વિચારવા જોઇએ.

ADVERTISEMENT
ADVERTISEMENT

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.