ADVERTISEMENT
ADVERTISEMENT

નખની અંદર છુપાયેલા હોય છે 32 પ્રકારના બેક્ટેરિયા, નખ ચાવવાની આદત પહોંચાડી દેશે હોસ્પિટલ

નખ આપણી સુંદરતા વધારવાનું કામ કરે છે. પરંતુ આ નખની નીચે ખતરનાક બેક્ટેરિયા છુપાયેલા હોય છે જે સ્વાસ્થ્યને ગંભીર રીતે ખરાબ કરી શકે છે. આ અંગે થયેલી રિસર્ચમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. રિસર્ચના પરિણામમાં સામે આવ્યું છે કે નખની નીચે અલગ અલગ 32 પ્રકારના બેક્ટેરિયા હોય છે અને 28 પ્રકારની ફંગસ હોય છે.

આ શોધ 2021 માં કરવામાં આવી હતી. જેમાં નખની નીચેના નમુના લઈને તેને તપાસવામાં આવ્યા હતા. આ રિસર્ચનું પરિણામ ચોકાવનારું હતું. રિસર્ચ અનુસાર 50% નમૂનામાં માત્ર બેક્ટેરિયા મળ્યા. 6.3 ટકા નખમાં ફક્ત ફંગસ. 43.7 ટકા નમૂનામાં બેક્ટેરિયા અને ફંગલ્સ બંને જોવા મળ્યા. આ સંશોધન પગના નખ પર કરવામાં આવ્યું હતું પરંતુ હાથ પર પણ તે લાગુ પડે છે. કારણ કે હાથનો ઉપયોગ પણ દિવસભર કરવામાં આવે છે જેના કારણે નખની અંદર કીટાણુ સરળતાથી જમા થઈ જાય છે.

રિસર્ચ અનુસાર નખની અંદર જે બેક્ટેરિયા અને ફંગસ હોય છે તે મોટાભાગે તો હાનિરહીત હોય છે પરંતુ જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા તો જેમને નખમાં ઈજા થઈ હોય તેમના માટે આ બેક્ટેરિયા અને ફંગસ ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. સંશોધન અનુસાર બેક્ટેરિયાના કારણે નખનો રંગ પણ બદલી જાય છે અને નખમાં દુખાવો પણ રહે છે. આ સમસ્યાથી બચવું હોય તો નખની સારી રીતે સંભાળ લેવી અને સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું.

નખની સફાઈ માટેની ટીપ્સ

ADVERTISEMENT
ADVERTISEMENT

– દિવસ દરમિયાન જ્યારે પણ હાથ સાબુથી સાફ કરો ત્યારે નખને પણ સારી રીતે ક્લીન કરો
– નખની નીચે ગંદકી જામે તો તેને બ્રશની મદદથી સાફ કરો.
– લાંબા નખ રાખવાથી બચો અને નિયમિત રીતે નખ કાપતા રહો.
– નખ પર નેઈલ પેઈન્ટ લગાવો તે પહેલા નખની સારી રીતે સાફ કરો.
– જો નખમાં કોઈપણ પ્રકારનું સંક્રમણ દેખાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

ADVERTISEMENT
ADVERTISEMENT