યુરિક એસિડનો કાળ છે આ જ્યુસ, થોડા દિવસમાં છૂમંતર થઈ જશે દુખાવો, સાંધામાં જામેલું પ્યુરીન થશે ફ્લશ આઉટ

લાઇફસ્ટાઇલ રોગમાં યુરિક એસિડની સમસ્યા પણ ઝડપથી વધવા લાગી છે. યુરિક એસિડ શરીરમાં જમા થાય છે અને બહાર નીકળતું રહે છે. પરંતુ કેટલીકવાર કેટલીક ખોટી આદતોને કારણે યુરિક એસિડ વધુ પડતું બની જાય છે જેને કિડની ફિલ્ટર કરી શકતી નથી. આવી સ્થિતિમાં, આ યુરિક એસિડ ક્રિસ્ટલ બનાવવાનું શરૂ કરે છે અને સાંધામાં જમા થઈ જાય છે અને દુખાવો થાય છે.

જો યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તો પ્યુરિનયુક્ત ખોરાક અને ઉચ્ચ પ્રોટીનનું સેવન ઓછું કરવું જોઈએ. આ સિવાય કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા પણ તેને ઓછું કરી શકાય છે. યુરિક એસિડ ઘટાડવા માટે ઘરે જ જ્યુસ બનાવીને પીવો. આ જ્યુસ પીવાથી બે અઠવાડિયામાં યુરિક એસિડ ઓછું થઈ જશે. જાણો કેવી રીતે યુરિક એસિડ ઘટાડવા માટે જ્યુસ તૈયાર કરવો?

યુરિક એસિડ માટે જ્યુસ
– અડધી તાજી દૂધી
– અડધી કાકડી
– એક સફરજન
– 3-4 તુલસીના પાન
– 3 ચમચી એલોવેરા પલ્પ કે જ્યુસ
– ગિયોલનો 2 ચમચી રસ

યુરિક એસિડ માટે જ્યુસ બનાવવાની રેસિપી
– સૌથી પહેલા દૂધી, સફરજન અને કાકડીને છોલી મિક્ચરમાં પીસી લો કે થોડા પાણીમાં નાખી સૂતરના કપડાથી ટાઈટ રીતે નિચવી જ્યુસ કાઢી લો.

– આ સિવાય તમે જ્યુસ કાઢવા માટે જ્યુસરનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે દૂધી અને કાકડી કડવા ન હોય.

– ત્યારબાદ ગિલોયની ડાંડીને કૂટી લો અને વચ્ચે-વચ્ચે થોડું પાણી નાખતા રહો બાદમાં જે 2-4 ચમચી રસ નિકળે તેને સફરજન, દૂધીના જ્યુસ સાથે મિક્સ કરો.

– ત્યારબાદ તુલસીને પણ ક્રશ કરી લો અને તેને જ્યુસમાં મિક્સ કરો અને સાથે એલોવેરા પલ્પ કે જ્યુસને મિક્સ કરો. આ બધાને સારી રીતે મિક્સ કરો અને સ્વાદ માટે એક ચમચી પિંચ સેંધા નમક નાખી શકો છો.

– તૈયાર જ્યુસને યુરિક એસિડના દર્દી સતત 10-15 દિવસ સવારે ખાલી પેટ પીવો. તેનાથી હાઈ યુરિક એસિડ ઘટશે અને તમને સાંધાના દુખાવામાં રાહત મળશે.

જ્યુસના ફાયદા
– આ સંપૂર્ણપણે આલ્કલાઇન ઘટકોથી બનેલો રસ છે જે યુરિક એસિડને તટસ્થ કરે છે એટલે કે તેને શરીરમાંથી દૂર કરે છે.
– તે કેલરી કટરની જેમ કામ કરે છે જેથી શરીરમાં ચરબી ન વધે.
– આ જ્યુસ પીવાથી લીવર પણ ડિટોક્સ થાય છે જેનાથી પાચનક્રિયા સુધરે છે.
– આ જ્યુસ સતત પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરના દરેક અંગ સાફ થાય છે.

આ જ્યુસ પીવાની સાથે અન્ય વાતોનું પણ રાખો ધ્યાન
– સવારે-સાંજે કસરત કે વોક જરૂર કરો.
– ભોજનમાં પ્રોટીન ઓછું કે સીમિત માત્રામાં લો.
– રૂટીનમાં ભોજનમાં એસિડિક વસ્તુ ન રાખો.
– ગરમ ભોજન કર્યા બાદ ઠંડુ પાણી ન પીવો.
– ભોજનમાં મસાલાનો ઓછો ઉપયોગ કરો
– વધુ રંગીન શાકભાજી, ખાટ્ટા ફળ ન ખાવો.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.