રૈબ્ડોમાયોલિસિસ એક ગંભીર તાત્કાલિક સ્થિતિની બીમારી છે. આ ત્યારે થાય છે જ્યારે ખૂબ વધારે વર્કઆઉટ કરવાથી મસલ્સમાં ઈજા થાય છે. ‘ક્લીવલેન્ડ ક્લિનિક’ અનુસાર, રૈબ્ડોમાયોલિસિસ એક ગંભીર ઇજા છે જેમાં વ્યક્તિના મસલ્સ તૂટી જાય છે. મસલ્સ તૂટવાથી તમારા મસલ્સની નસોમાં રહેલું લોહી જામ થવા લાગે છે, અને બ્લડ સર્ક્યુલેશન પર ખરાબ અસર થાય છે, જેના કારણે અંગને નુકસાન થઈ શકે છે અને દોરા પડી શકે છે..
આ ઇજાના કારણે કાયમી અપંગતા થવાની સંભાવના છે અને ગંભીર કેસોમાં મૃત્યુ પણ થઇ શકે છે. અતિશય વ્યાયામ અને ખૂબ જ વધારે શારીરિક સક્રિયતા પણ આ પ્રકારની ગંભીર મસલ્સની ઇજાને જન્મ આપી શકે છે.
CDC (Centers for Disease Control and Prevention) અનુસાર, રૈબ્ડોમાયોલિસિસના લક્ષણો જોઇએ તો
મસલ્સમાં સોજા અને ખેંચાણ
કોમળ, પીડાદાયક અને કમજોર માંસપેશીઓ
બ્રાઉન, લાલ અથવા ચ્હા રંગનું યુરીન
આ જીવલેણ સ્થિતિ છે, જે ઇજા અથવા વધુ વ્યાયામ બાદ ક્યારેય આરામ ન કરવાના કારણે થઈ શકે છે.
શું રૈબ્ડોમાયોલિસિસ સામાન્ય બીમારી છે?
આ એક ગંભીર મસલ્સની ઇજા છે. ક્લીવલેન્ડ ક્લિનિક અનુસાર, દર વર્ષે લગભગ 26,000 લોકો આ સ્થિતિથી પીડાતા હોય છે, જેમાં યુવાન પુરુષોની સંખ્યા વધુ છે. 2000 અને 2019 વચ્ચે નોંધાયેલા કેસોના વિશ્લેષણ પર એક રિપોર્ટ 2021માં બહાર પડ્યો હતો.. જે બતાવે છે કે દાયકાઓ દરમિયાન આ રોગના દર્દીઓની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)