વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ સહિતની બીમારીને આમંત્રણ, શરીરના આ સંકેતોથી સાવધાન

ખાંડ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ચા, કોફી, બિસ્કિટ, જ્યુસ, ચોકલેટ અને તૈયાર ખોરાકમાં પણ ખાંડ જોવા મળે છે. ખાંડનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાકનો સ્વાદ વધારવા માટે પણ થાય છે. પરંતુ, ખાંડનું સેવન શરીર માટે હાનિકારક પણ હોઈ શકે છે. વધુ પડતી ખાંડ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે.

જો તમે વધુ પડતી ખાંડ ખાશો તો તમને તમારી ઊંઘની પેટર્નમાં ઘણી સમસ્યાઓ થશે.

સાથે જ તમે હંમેશા સુસ્ત અને થાક અનુભવો છો. તમે ગમે તેટલી કોશિશ કરો, તમને કોઈ કામ કરવાનું મન થતું નથી, તો સમજી લો કે ખાંડ પણ આનું કારણ હોઈ શકે છે.

સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે ખાંડ ખાવાથી આપણા શરીરમાં વૃદ્ધત્વ દેખાવવા લાગે છે, પછી ભલે આપણો બાકીનો ખોરાક તંદુરસ્ત કેમ ન હોય. આ જ કારણ છે કે કેટલાક લોકો અન્ય કરતા વધુ ઝડપથી અથવા ધીમેથી વૃદ્ધ થાય છે.

વધુ શુગરનું સેવન આપણા લીવરના કામને વધારી દે છે અને શરીરમાં લિપિડનું નિર્માણ વધી જાય છે. આવી સ્થિતિમાં ફેટી લિવર ડીસીઝ જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. આટલું જ નહીં વધુ માત્રામાં શુગર લેવાથી બ્લડ શુગર લેવલ વધી જાય છે જે મગજ માટે નુકસાનકારક છે. આ સ્થિતિમાં મગજ સુધી યોગ્ય માત્રામાં ગ્લુકોઝ પહોંચી શકતુ નથી અને મગજ યોગ્ય રીતે કામ કરી શકતુ નથી, જે કારણે મેમરી લોસ પણ થઇ શકે છે.

સાથે જ વધુ શુગરના સેવનથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. તે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ વધારે છે જે હ્રદય માટે ઘાતક છે. ટૂંકમાં વધુ પડતી ખાંડ પણ સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બીપી અને હૃદય રોગ જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)