મહિલાઓને સેનિટરી પેડ્સથી કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો! રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

હાલમાં થયેલા એક રિસર્ચના અનુસાર, માર્કેટમાં વેચાતા સેનિટરી પેડ હેલ્થ માટે જોખમકારક હોય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, માર્કેટમાં વેચાતા મોટી મોટી કંપનીઓના પેડમાં કેમિકલ હોય છે. જે કેન્સર અને વંધ્યત્વનું કારણ બની શકે છે. માર્કેટમાં વેચાતા રંગબેરંગી સેનિટરી પેડ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

તે સિવાય તમારે સાવધાન રહેવાની જરૂર છે.

એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ભારતમાં બનાવતી ફેમસ કંપનીઓના સેનિટરી પેડ કેન્સર જેવી જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. તેમાં આવતા કેમિકલના કારણે મહિલાઓને ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થઈ શકે છે.

પેડ પ્લાસ્ટિક મટિરિયલ

પેડ્સ પ્લાસ્ટિકની મટિરિયલમાંથી બને છે જેમાં BPA અને BPS જેવા ઘણા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે જે ફીમેલ ઓર્ગનને નુકસાન પહોંચાડે છે. સેનેટરી નેપકિન્સમાં ફાઈબર હોય છે જે સર્વાઈકલ કેન્સરનું કારણ બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેનિટરી પેડ સંપૂર્ણપણે કપાસના નથી હોતા. આવી સ્થિતિમાં તેને બનાવતી વખતે સેલ્યુલોઝ જેલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પેડ્સમાં ડાયોક્સિન પણ હોય છે જે ઓવેરિયન કેન્સરનું કારણ બની શકે છે.

નેપ્કિન્સ ભેજને ઓબ્ઝોર્વ કરે છે

નેપ્કિંસને ભેજ ઓબ્ઝોર્વ કરવા માટે બનાવવામાં આવે છે. તેથી રૂની સાથે સાથે તેમાં રેયોન (સેલ્યુલોઝમાંથી બનાવેલ નકલી સિલ્ક) અને સિન્થેટિક ફાઇબર્સ પણ તેમાં ઉમેરવામાં આવે છે, જે ખૂબ જ જોખમી છે. તેમાં પેસ્ટિસાઈડ્સ પણ ઉમેરવામાં આવે છે. આવી સ્થિતિમાં સેનિટરી નેપકિન કેન્સરનું કારણ બની શકે છે.

કોઈપણ પ્રકારનું કેમિકલ મહિલાઓમાં કેન્સરનું કારણ બની શકે છે. જો કોઈપણ સેનિટરી નેપકીન બનાવતી વખતે કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો મહિલાઓએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે જો મહિલાઓ આ કેમિકલના સીધા સંપર્કમાં આવે તો તેમને કેન્સર થઈ શકે છે. ઘણી સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન સેનેટરી પેડ પર ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરે છે, જે કેન્સરનું કારણ બની શકે છે.

શરીરમાં દેખાતા આ 7 સંકેતો હોઈ શકે છે પ્રી-ડાયાબિટીસના લક્ષણો, બચવા માટે અપનાવો આ રીત

સેનેટરી નેપકિનના કારણે અનહાઈજિનક મેડિકલ કન્ડિશન્સ

મેક્સ વૈશાલી હોસ્પિટલની ગાયનોક્લોજિસ્ટ ડૉ. કનિકા ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, સર્વાઈકલ કેન્સર સેનેટરી નેપકિનને કારણે નથી થતું પરંતુ સેનેટરી નેપકિનના કારણે અનહાઈજનિક મેડિકલ કન્ડિશન્સથી થાય છે. મહિલાઓ યોગ્ય સાફ સફાઈ ન રાખતી હોવાથી ઈન્ફેક્શન થાય છે. તેનાથી ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે. એટલે કે મહિલાઓ પેડ્સ ઉપયોગ કરતી વખતે હાઈજીનનું ધ્યાન નથી રાખતી તો ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે જે પાછળ જતા ગંભીર બીમારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તેથી પેડ્સ લીધા પછી હાઈજીન મેન્ટેન રાખવી જરૂરી છે.

પોલ્યુશન અને ડાયટની પણ અસર થાય છે

આઈવીએફ સ્પેશ્યાલિસીટ અને ગાયનેક્લોજિસ્ટ ડૉ. શિવાનીના જણાવ્યા પ્રમાણે, ઘણી બધુ વસ્તુઓ કેન્સરનું કારણ બની શકે છે. પોલ્યુશન, ડાયટ અને તે પ્રકારની ઘણી વસ્તુઓ. જો કે, રિસર્ચમાં સામે આવ્યું છે કે, સેનેટરી નેપકિન જે કેમિકલથી બનાવવામાં આવે છે તેનાથી કેન્સરનું જોખમ રહે છે. પરંતુ અત્યારે ઘણી બ્રાન્ડ્સ એ દાવો કરે છે કે તેના દ્વારા બનાવવામાં આવેલ સેનેટરી નેપકિન્સમાં કોઈ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો. આવી સ્થિતિમાં આવા સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી અને આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાતા વિસ્પર અને સ્ટેફ્રી સેનિટરી નેપકિનને કારણે 56 છોકરીઓના મોત થયા હતા. આ પોસ્ટમાં આખા દિવસ દરમિયાન એક જ પેડનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપવામાં આવી છે કારણ કે આ અલ્ટ્રા નેપકિન્સમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, આ કેમિકલ દિવસભર લિક્વિડ જેલમાં કન્વર્ટ થઈ જાય છે જેના કારણે બ્લેડર કેન્સર અને યુટ્રસ કેન્સરનું જોખમ રહે છે. પોસ્ટમાં માત્ર કોટનના પેડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. સાથે એવું પણ લખવામાં આવ્યું હતું કે જો તમે અલ્ટ્રા પેડનો ઉપયોગ કરો છો તો 5 કલાક પછી તેને બદલો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)