ફૂલાવરનું શાક આ અંગ માટે ખૂબ જ નુકસાનકારક, અતિરેકથી હોસ્પિટલના ધક્કા પાક્કા

ફૂલાવરની શાકભાજીમાં ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટીઑકિસડન્ટ્સ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ શાકભાજી ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે, જેમાં સારી ઊંઘ આવવી, સ્નાયુઓ સ્વસ્થ રહેવા અને યાદશક્તિ વધવી જેવા ગુણ સામેલ છે. તેના આટલા બધા ગુણ હોવા છતાં ફૂલાવરનું લિમિટેડ માત્રામાં જ સેવન કરવું જોઈએ નહીં તો તેનાથી નુકશાન થઇ શકે છે. આ આર્ટિકલમાં જાણીશું કે વધુ ફુલાવર ખાવાથી કયા નુકશાન થઇ શકે છે.

  • પેટની પરેશાની
    ફૂલાવરમાં રાફિનોઝ નામની એક ખાસ પ્રકારની શુગર હોય છે. તેનું બ્રેકડાઉન જલ્દી થતું નથી. મોટા આંતરડામાં રહેલા બેક્ટેરિયા તેને ફર્મેંટ કરે છે. જેથી ગેસ, કબજિયાત અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. આથી ફુલાવર લિમિટેડ માત્રામાં જ ખાવું જોઈએ.
  • હાઇપોથાઇરાયડિઝ્મ
    થાઇરોઇડ ગ્રંથિ શરીરના ઘણા મહત્વપૂર્ણ કામગીરીમાં મદદ કરે છે. જો આ ગ્રંથિ ઓછા હોર્મોન્સ રીલિઝ કરે તો તે સ્થિતિને હાઇપોથાઇરાયડિઝ્મ કહેવામાં આવે છે. જો વધુ માત્રામાં ફૂલાવર ખાવામાં આવે તો તે થાઈરોઈડ ગ્રંથિ પર વધુ દબાણ પેદા કરે છે.
  • એલર્જી
    ઘણા એવા લોકો છે જેમને ફૂલાવર ખાધા બાદ એલર્જીની સમસ્યા થાય છે. જેમાં ત્વચા પર ખંજવાળ, સોજો અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. જો તમને આવા કોઈ લક્ષણો દેખાય તો તરત જ ઇલાજ કરાવો.
  • ભૂખનો અભાવ
    ફૂલાવરમાં કાર્બોહાઈડ્રેટ અને ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. પણ તેમાં ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે, જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેથી તને વજન ઘટાડી શકો છો. પણ જો તમે આ રીત અપનાવો છો તો એવું પણ બની શકે કે તમારી ભૂખ ઓછી થઈ જઈ શકે છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)