આપણા દેશમાં ચાને અમૃત ગણવામાં આવે છે. જાણે ચા પીવી એ સૌભાગ્યની વાત છે. પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ચા એ ખૂબ જ હાનિકારક પીણું છે. ચા પ્રેમી મોટા પ્રમાણમાં ચા પીવે છે અને તેની સાથે કંઈક બીજી વસ્તુ પણ ખાવામાં જોડે લે છે. ચા પીવાની આ રીત સ્વાસ્થ્ય માટે વધુ નુકસાનકારક છે. સવારની ચા સાથે સાંજની ચા અને બિસ્કિટ અથવા રસ્ક સાથે પકોડા ખાવાની એક સામાન્ય પરંપરા છે.
ચા સાથે ખાવામાં આવતી સામાન્ય વસ્તુઓ વિશે જણાવીશું જે હાનિકારક છે.
ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ચા ન પીવી
ખાટાં ફળો
ફળો, ખાસ કરીને નારંગી, લીંબુ કે મોસંબી જેવા ખાટા ફળો, ભૂલથી પણ ચા સાથે ન ખાવા જોઈએ. આ ફળો ચાથી અલગ પ્રકૃતિ ધરાવે છે અને ચા સાથે વિપરીત પ્રતિક્રિયા આપે છે. ચામાં હાજર ટેનિન ફળો સાથે પાચન શક્તિને નબળી બનાવી શકે છે. જેઓ પેટની સમસ્યાથી પીડાય છે તેઓએ આ કરવાનું ટાળવું જોઈએ.
ડેરી પ્રોડક્ટ
આ વાત થોડી વિચિત્ર લાગી શકે છે, પરંતુ આ સત્ય છે. ચા દૂધમાંથી બને છે પરંતુ અન્ય ડેરી ઉત્પાદનો જેમ કે ચીઝ, દહીં અથવા તેમાંથી બનેલી મીઠાઈઓ ચાની સાથે ન લેવી જોઈએ. ડેરી પ્રોડક્ટ ચા સાથે મળીને, પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. તેનાથી પેટ ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે.
ફ્રાઈડ ફુડ
ફ્રાઈડ ફુડમાં તેલ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેલમાં અસંતૃપ્ત ફેટી એસિડ હોય છે, જે શરીરના કોલેસ્ટ્રોલનું લેવલ વધારી શકે છે અને હૃદય રોગની શક્યતા પણ વધારે છે. ચા સાથે પકોડા અને સમોસા ખાવા સામાન્ય વાત છે, પરંતુ આ મિશ્રણ એસિડિટી અને પેટ ફૂલવાની સમસ્યામાં વધારો કરી શકે છે.
મસાલા ખોરાક
ચાટ અને નાસ્તામાં મેંદો, તેલ અને ઘણા બધા મસાલા હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચા અને મસાલાનો કોમ્બો પાચન સંબંધી સમસ્યાઓ વધારે છે. ચા આપણને આરામ કરવામાં મદદ કરે છે, જ્યારે તેની સાથે મસાલેદાર વસ્તુઓ ખાવાથી તમારો મૂડ બગડી શકે છે. આ કારણે ઉબકા અને મૂડ સ્વિંગ સામાન્ય છે.
શુગર પ્રોડક્ટ
ચામાં પહેલેથી જ ખાંડ હોય છે. જો આપણે તેની સાથે કેક, પેસ્ટ્રી કે ખીર જેવી કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ, તો શરીરમાં ખાંડનું પ્રમાણ અચાનક વધી જાય છે. દૂધ અને ખાંડનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જેના કારણે શરીરમાં એનર્જીનો અભાવ પણ થાય છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)