હાઈ કોલેસ્ટ્રોલ ઓછું કરવું છે ? દરરોજ એક કલાક આ કસરત કરો

કોલેસ્ટોલનું વધવું આજના સમયમાં એક મોટી સમસ્યા બની ગઈ છે. જેના કારણે હૃદયને લગતું જોખમ વધી જાય છે. જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક આવી શકે છે. સાથે જ ડાયાબિટીસ, કિડની ફેઈલ થવી, હાઈ બ્લડ પ્રેશર અને પથરી જેવા સમસ્યાઓ પણ આવી શકે છે.

કેટલું હોવું જોઈએ કોલેસ્ટ્રોલ

કુલ કોલેસ્ટ્રોલ 240 mg/dl થી વધારે ન હોવું જોઈએ.

જ્યારે HDL 60 mg/dl થી વધારે ન હોવું જોઈએ. LDL 160 થી વધારે ન હોવું જોઈએ.

દોડવું અને ચાલવું
જો તમને દોડવામાં સમસ્યા ન હોય તો તમે રનિંગ માટે જોઈ શકો છો. પરંતુ જો તમને સાંધામાં સમસ્યા છે તો જોગિંગ પર પણ જઈ શકો છો. કારણ કે આ કોલેસ્ટ્રોલ ઓછું કરવા અને વજન કંટ્રોલ કરવા માટે બેસ્ટ એક્સરસાઈઝ છે.

ઝડપી ગતિએ ચાલવું
જેવી રીતે દોડવું હાર્ટ હેલ્થ માટે બેસ્ટ છે. તેવી જ રીતે તેજ ગતિએ ચાલવું પણ સારી એકસરસાઈઝ છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તમે કેટલું ચાલો છો એ જરુરી છે, કસરતનો પ્રકાર કેવો છે એ જરૂરી નથી.

યોગ કરો
એરોબિક એક્સરસાઈઝ અને વેઈટલિફ્ટિંગની જેમ યોગ કરવાથી પણ કોલેસ્ટોલ ઓછું થઈ શકે છે. રિચર્સથી સામે આવ્યું છે કે યોગ હાર્ટ ડિઝિઝના રોગના જોખમને ઓછું કરી શકે છે. 3 મહિના સુધી દરરોજ 1 કલાક સુધી યોગ કરવાથી કુલ કોલેસ્ટોલને ઓછું કરી શકાય છે.

સાયકલિંગ
સાયકલ ચલાવવામાં પણ જોગિંગ જેટવી જ એનર્જી વપરાય છે. જે જોઈન્ટ પર વધારે પ્રેશર પણ નથી આપતી. ઉમ્ર વધવાની સાથે સાંધાઓમાં દુખાવો હોય તો તમે જોગિંગ અથવા રનિંગની સાથે સાયકલ ચલાવવી બેસ્ટ છે. સાયકલિંગથી હાર્ટ ડિસીઝની સમસ્યા ઓછી થાય છે.

વેઈટ લિફ્ટિંગ
હાર્ટ હેલ્થ માટે એરોબિક એક્સરસાઈઝ ફાયદાકારક હોય છે. સાથે જ વેટ ટ્રેનિંગ પણ હદય રોગના જોખમને ઓછું કરવા માટે ફાયદાકારક છે. રેજિસ્ટેન્સ અને એરોબિક એક્સરસાઈઝ વજનને ઓછું કરવા અને ચરબી ઓછું કરવામાં મદદ મળે છે. સાથે જ કાર્ડિયોવસ્કુલર ફિટનેસમાં વૃદ્ધિ થાય છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)