છાશમાં આ એક ચીજ મિક્સ કરીને ચહેરા પર લગાવો પછી જુઓ કમાલ, આપશે અદભૂત નિખાર

છાશ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ છાશ તમારી સુંદરતાને પણ બમણી કરે છે. ચહેરા પર છાશ લગાવવાથી ત્વચાની ચમક સુધરે છે. જો છાશમાં થોડું મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવામાં આવે તો શું થશે? આપણી ત્વચા માટે તેના ફાયદા શું છે જાણીએ

છાશમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે. એટલું જ નહીં, તેમાં પ્રોબાયોટિક લેક્ટિક એસિડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

આ બંને ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો, એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો છે. તેથી જ.. તમારે છાશમાં થોડું મધ ઉમેરવું જોઈએ, તેને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવો.

આમ કરવાથી ત્વચા ગ્લોઇંગ બને છે. ખીલથી લઈને બ્લેકહેડ્સ સુધીની કોઈપણ સમસ્યા હોય, તે ઓછી થઈ જાય છે. પિમ્પલ્સ ઘટે છે સ્કિન સ્મૂધ અને ગ્લોઇંગ બને છે.જે લોકોને શુષ્ક ત્વચાની સમસ્યા હોય તેમના માટે આ ઉપાય ઉતમ છે છે. આમ કરવાથી શુષ્ક ત્વચાની સમસ્યા નથી થતી. ત્વચા ખૂબ જ કોમળ બને છે. પિગમેન્ટેશનની સમસ્યા પણ દૂર થાય છે. ત્વચાને હાઇડ્રેટ રાખે છે. સ્કિન ટેનિંગ દૂર થાય છે

એક ચમચી મધમાં એક ચમચી છાશ ઉમેરીને બરાબર મિક્સ કરી ચહેરા પર લગાવો. 20 મિનિટ માટે આ રીતે રહેવા દો. બાદમાં.. ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. અઠવાડિયામાં બે વાર આમ કરવાથી ચહેરો સુંદર અને ગ્લોઇંગ બને છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)