ADVERTISEMENT
ADVERTISEMENT

સવારે ખાલી પેટ આ પાનનું જ્યુસ પીવાથી થશે ગજબ ફાયદા, આ બીમારીનું છે ઔષધ

તુલસીમાં વિટામિન સી અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે કુદરતી રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર તરીકે કામ કરે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો છે. સવારે તુલસીનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
 તુલસીમાં રહેલ કેમ્પીન, સિનેઓલ અને યુજેનોલ છાતીમાં શરદી અને કફડને ઘટાડી શકે છે.

તુલસીના પાનનો રસ મધ અને આદુમાં ભેળવીને પીવાથી અસ્થમા, બ્રોન્કાઇટિસ, ઈન્ફલ્યુએન્ઝા, ઉધરસ અને શરદીમાં આરામ મળે છે. તુલસીનું પાણી પણ આ લાભ આપે છે.

તુલસીનું પાણી પીવાથી લોહીમાં લિપિડનું પ્રમાણ ઘટી શકે છે. ઇસ્કેમિયા અને સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું થાય છે. તેના ઉચ્ચ એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને લીધે, તે હૃદય રોગની સારવાર અને નિવારણમાં મદદ કરે છે.

તુલસીમાં Ocimumosides A અને B સંયોજનો જોવા મળે છે, જે તણાવ ઘટાડે છે. તુલસીનું પાણી મગજમાં ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનિન અને ડોપામાઇનને સંતુલિત કરે છે. તુલસીમાં સોજા વિરોધી ગુણધર્મો છે જે સોજો અને બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરી શકે છે.

સવારે ખાલી પેટ તુલસીનું પાણી પીવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે. આ સિવાય તે મોઢાના ચાંદા મટાડવામાં પણ મદદ કરે છે. તે એકંદર ઓરલ સ્વાસ્થ્યને દુરસ્ત કરે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

ADVERTISEMENT
ADVERTISEMENT