ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીના પાન તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. તુલસીના પાનમાં પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમ, ઝિંક, વિટામિન બી6, આયર્ન, વિટામિન ડી, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફાઈબર અને સોડિયમ જેવા ફાયદાકારક તત્વો સારા પ્રમાણમાં હોય છે. જો તમે રેગ્યુલર તુલસીના પાનનું પાણી પીવો છો તો તમારી ઈમ્યુનિટી ખૂબ જ મજબૂત થશે
ઓછો થશે હાઈ BPનો ખતરો
સવારે ખાલી પેટે તુલસીના પાનનું પાણી પીવાથી હાઈ બીપી થવાનો ખતરો ઓછો થઈ જાય છે. એટલે કે તુલસીના પાનનું પાણી હાર્ટ હેલ્થને મજબૂત કરવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર હાર્ટ ડિઝિઝની ટ્રીટમેન્ટ અને બચાવ માટે તુલસીના પાણીને તમારી મોર્નિંગ ડાયેટનો ભાગ બનાવવો જોઈએ.
શરદી ખાંસીથી મળશે રાહત
એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ, એન્ટી-ફંગલથી ભરપૂર તુલસીના પાનનું પાણી તમને શરદી-ખાંસી જેવી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. સારા પરિણામ મેળવવા માટે તમે તુલસીના પાનના રસમાં મધ અને આદુને મિક્સ કરીને પી શકો છો.
સ્ટ્રેસ કરે છે દૂર
તુલસીના પાન તમારી બ્રેઈન હેલ્થને ઈમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં જો રોજ નિયમિત રીતે તુલસીના પાનનું પાણી પીવામાં આવે તો સ્ટ્રેસને પણ દૂર કરી શકાય છે. કુલ મળીને તુલસીના પાનનું પાણી તમારી ઓવરઓલ હેલ્થને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી. )