પોષક તત્વોથી ભરપૂર ઘી શિયાળામાં ખૂબ વધારે ખાવામાં આવે છે. આયુર્વેદમાં તેને ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે જ તે સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત કરે છે. જોકે ભોજનની સાથે સાથે તેની મસાજ પણ તમને ખૂબ જ ફાયદો આપે છે. મસાજ એક એવી પ્રક્રિયા છે જે શરીરમાં ખાસ બિંદૂઓ પર દબાણ કરીને શરીરને રિલેક્સ કરે છે અને સાંધાના દુખાવાથી રાહત આપે છે.
ઘીથી મસાજ કરવાના ફાયદા
આયુર્વેદ અનુસાર ઘી શરીરના દરેક ભાગ માટે ફાયદાકારક છે. આ શરીરને હાઈડ્રેટ રાખે છે. માટે મોઈસ્ચર યથાવત રહે છે અને સ્કીનને મુલાયમ બનાવે છે. ઘીનું સેવન કરવાથી શરીર અંદરથી ડિટોક્સ થઈ જાય છે અને મસાજ કરવાથી બહારથી ડિટોક્સ થાય છે.
- ઘીની મસાજ કરવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે. જેનાથી શરીરની બીમારીઓથી લડવાની ક્ષમતા વધે છે.
- ઘીથી મસાજ કરવાથી શરીરમાં ડોપામિન અને સેરોટોનિન લેવલ વધે છે. જેનાથી શરીર રિલેક્સ થાય છે. અંદરથી સારો અનુભવ થાય છે અને સારી ઉંઘ આવે છે. આ નસોને શાંત કરે છે અને સારી ઉંઘને વધારે છે.
- દેશી ઘીથી પગની મસાજ કરવાથી તરત સ્ટ્રેસમાંથી રાહત મળે છે. આ ફાટેલી એડિયોને મુલાયમ બનાવે છે. અને તેનાથી ડિપ્રેશન અને એન્ઝાયટી પણ દૂર થાય છે.
- ઘીની મસાજથી બ્લડ સર્કુલેશનમાં શુધાર આવે છે. જેનાથી લિવરનું ફંક્શનિંગ સારૂ થાય છે.
- ઘીની મસાજથી શરીરની ગંદકી બહાર નિકળી જાય છે અને વજન ઓછુ કરવામાં મદદ મળે છે.
- ઘીથી મસાજ કરવાથી સ્કિનમાં કરચલીઓ ઓછી આવે છે અને એજિંગ પ્રક્રિયા ધીમી થાય છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી. )