પીળી હળદરનો ઉપયોગ આપણે ખાવાનું બનાવવામાં કરીએ છીએ. સ્વાભાવિક છે કે, પીળી હળદર અને તેના ગુણો વિશે આપણે બધા જાણીએ છીએ પરંતુ કાળી હળદર વિશે આપણે કઈ નથી જાણતા. જો તમે કાળી હળદર વિશે જાણશો તો તેનો ઉપયોગ કર્યા વગર તમે નહીં રહી શકો. કાળી હળદરમાં કરક્યુમિન અને અન્ય કમ્પાઉન્ડ્સ હોય છે. તે અસ્થમા, બ્રોનકાઈટિસ અને ન્યુમોનિયાના દર્દી માટે ફાયદાકારક છે.
શારીરિક દુખાવો અને દાંતના દુખાવાની સાથે સાથે ઘણી બીમારીઓમાં તે અસરકારક સાબિત થાય છે.
દરેક વ્યક્તિને કાળી હળદરના ફાયદા વિશે ખબર નહીં હોય. શાકભાજીમાં પીળી હળદરનો ઉપયોગ થાય છે. તેના ઔષધીય ગુણોને કારણે તેનો ઉપયોગ દવાઓમાં થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ કરકુમા કેસિયા છે. તેનો ઉપયોગ ટ્રેડિશનલ રીતે થયો હતો પણ હવે તેમાં રિસર્ચ કરવામાં આવ્યું છે.
નસો સાથે સંબંધિત સમસ્યા દૂર કરવા માટે તે ઉપયોગી હોય છે. મેમરી બૂસ્ટર તરીકે પ્રયોગ કરવામાં આવે છે. જો તમને અલ્ઝાઈમર છે તો તેના માટે ફાયદાકારક હોય છે. તેમાં કરક્યુમેનોઈટ્સ હોય છે. તેમાં એન્ટી એજિંગ, એન્ટિઓક્સિડન્ટ હોય છે. જેનાથી સ્કિન પર જલ્દી કરચલીઓ નથી થતી. જે લોકોની સ્કિનમાં ફોલ્લી થતી હોય છે તેને પણ તે દૂર કરે છે. કાળી હળદરથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી રહે છે તેમજ જે લોકોને પેટની સમસ્યા હોય છે તેમના માટે કાળી હળદર સારી છે.
કાળી હળદરને મધમાં મિક્સ કરીને ફેસ પેક બનાવો
તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણ હોય છે, મધની સાથે ચહેરાની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક ચમચી કાળી હળદરમાં એક ચમચી હળદર મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. તેનાથી તમારા ચહેરા પર ગ્લો આવશે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)