આપણે બધા જાણીએ છે કે એક દિવસ આપણા બધા વાળ સફેદ થઈ જશે પરંતુ જ્યારે અત્યારે તો ઉંમર પહેલા જ વાળ સફેદ થઈ જાય છે. જો તમે 30 વર્ષની આસપાસ છો તો તમે પણ આ સમસ્યાનો સામનો કરતા હશો. આ ઉંમરમાં શરીરની અંદર ઘણા ફેરફાર થાય છે. ત્યારે આવી સ્થિતિમાં જો તમારા માથા પર એક અથવા બે સફેદ વાળ જોવા મળે તો તે સમસ્યા નથી પરંતુ જો વધારે સફેદ વાળ જોવા મળે તો તે ચિંતાનો વિષય છે.
સમય પહેલા વાળ સફેદ થવા
સમય પહેલા વાળ સફેદ થવાના ઘણા કારણ હોય છે. તેમાંથી સૌથી મોટું કારણ તમારી દરરોજની ડાયટ છે. જો તમે પણ સમય પહેલા સફદ વાળની સમસ્યાથી બચવા માગતા હોય તો અમુક વસ્તુને તમારી ડાયટમાં જરૂરથી સામેલ કરો.
આંબળા
આંબળા આપણા સ્વાસ્થ્યની સાથે વાળ માટે પણ ફાયદાકારક છે. આંબળામાં વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હેર ફોલિકલ્સને નેચરલ પિગમેન્ટ સંભાળીને રાખે છે. દરરોજ 15ML આંબળાનો જ્યુસ પીઓ.
બ્લેક ક્યુમીન
ક્લોંજીને વાળ માટે સારી માનવામાં આવે છે. ક્લોંજીના બી તમારા સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને વધારે છે જેનાથી તમારા હેર હેલ્ધી રહે છે. તેનાથી વાળ સફેદ નથી થતાં.
મીઠો લીમડો
મીઠો લીમડો પણ વાળ માટે ફાયદાકારક છે. લીલા લીમડાના પાંદડા હેર ફોલિકલ્સમાં મેલેનિનનું પ્રોડક્શન વધારવામાં મદદ કરે છે જે વાળને ખરતા અટકાવે છે. સવારે ખાલી પેટે તમારે 3થી 4 લીલા લીમડાના પાંદડા ખાવા જોઈએ.
કાળા તલ
કાળા તલ વાળ માટે ફાયદાકારક છે. આ બી તમારા વાળને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. તેના સેવનથી સમય પહેલા વાળ સફેદ નહીં થાય અને તેનાથી હેર ફોલ પણ નહીં થાય.
વ્હીટગ્રાસ
વાળને સમય પહેલા સફેદ થવાથી બચાવવા માટે વ્હીટગ્રાસનું સેવન કરી શકાય છે. વ્હીટગ્રાસ હેર ફોલિકલ્સને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે જેનાથઈ વાળ મજબૂત થાય છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)