ડિજિટલ ઓવરલોડથી આવી શકે છે આંખે અંધાપો, હેલ્ધી રાખવા અપનાવો આ ટિપ્સ

આંખો આપણા સ્વાસ્થ્યના સેન્સિટિવ અને મહત્વના અંગમાંથી એક છે. તેના વગર પોતાના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. એવામાં તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જોકે આજના ટેક્નોલોજીના યુગમાં ડિજિટલ ઓવરલોડ સૌથી મોટો પડકાર બની ચુક્યો છે. આ માનસિક સ્વાસ્થ્યની સાથે જ શારીરિક સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે.

સ્ટ્રેસ થાક અને ફોકસમાં કમીની સાથે દરેક સમયે ડિજિટલ દુનિયામાં જીવવાથી આંખો પર સૌથી વધારે સ્ટ્રેસ પડે છે.

તેનાથી કોમ્પ્યુટર વિઝન સિંડ્રોમ કે ડિજિટલ આઈ સિંડ્રોમ પણ થઈ શકે છે. તેમાં માથામાં દુખાવો, થાક અને બ્લર વિઝન થઈ જાય છે. એવા ડિજિટલ ઓવરલોડથી પોતાની આંખોને બચાવવા માટે અપનાવો આ કારગર ટિપ્સ.

20-20-20 રૂલ

ડિજિટલ કામ કરતી વખતે વચ્ચે વચ્ચે દરેક 20 મિનિટમાં 20 સેકન્ડનો બ્રેક લો અને લગભગ 20 ફૂટની દૂરી પર જુઓ. તેનાથી આંખો પર પડતુ સતત દબાણ ઓછુ થાય છે. જેનાથી સ્ક્રીનથી બ્રેક મળશે અને આંખોને રાહત મળશે.

સ્ક્રીન કરો એડજસ્ટ

સ્ક્રીનનો ઉપરનો ભાગ તમારી આંખોના લેવલ પર હોવો જોઈએ. આંખ વધારે નમેલી કે પછી ઉંચી કરીને જોવાથી તેના પર દબાણ પડે છે.

સ્ક્રીન કરો મેનેજ

મોબાઈલ હોય કે લેપટોપ, બધી સ્ક્રીનની લાઈટ અને કંટ્રાસ્ટને મેનેજ કરી શકાય છે. તેના બ્રાઈટનેસ લેવલને પોતાની આસપાસની લાઈટના બરાબર રાખો જેનાથી સ્ક્રીનથી આવતી લાઈટ આંખો પર દબાણ ન કરી શકે.

આંખો માટે વર્કઆઉટ

પોતાના હાથ સ્ટ્રેચ કરો અને અંગુઠો કાઢી લો. અંગુઠાને એક મોટા ગોળના આકારમાં ફેરવો અને તેને આંખોથી જોતા રહો. આ એક્સરસાઈઝથી આંખોના 6 મસલ્સ મજબૂત થાય છે. આંખોને ઉપર-નીચે, ડાબે-જમણે દરેક દિશામાં ફેરવીને જોવાથી આંખોને સતત સ્ક્રીન પર જોતો રહેવાથી સારો બ્રેક મળે છે અને આ ફરીથી કામ કરવા માટે તૈયાર થાય છે.

આંખોને લુબ્રિકેટ કરો

ડ્રાય આઈઝ થવાથી નજર કમજોર થઈ જાય છે અને ઝાંખુ દેખાય છે. તેના માટે આંખો પર થોડા સમય માટે વોર્મ કંપ્રેસ રાખો અથવા તો ડોક્ટરની સલાહ લઈને આર્ટિફિશિયલ ટિયર્સ પણ ટ્રાય કરી શકો છો. સ્ક્રીન પર જોતા રહવાથી આંખો સામાન્ય કરતા ઓછી બ્લિંક થાય છે. જેનાથી ડ્રાય આઈઝ થવાની સંભાવના વધારે થઈ જાય છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)