બાળકોમાં ભૂલથી પણ આ લક્ષણો દેખાય તો તુરંત થઇ જજો સાવધાન! હોઇ શકે છે આ ગંભીર બીમારી

કિડની આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે જે લોહીને સાફ કરે છે અને શરીરની ગંદકીને બહાર નીકાળવાનું કામ કરે છે. પરંતુ જો કિડનીમાં કોઈ સમસ્યા થઈ જાય તો તેની આખા શરીર પર ખરાબ અસર થઈ શકે છે. બાળકોમાં કિડની સાથે સંબંધિત બીમારીઓ જોખમી હોય શકે છે તેમાંથી એક બીમારી છે નેફ્રોટિક સિન્ડ્કોમ છે. આ બીમારી એટલી ગંભીર હોય છે કે જો સમયસર સારવાર ન કરવામાં આવે તો બાળકોનો જીવ પણ જઈ શકે છે.

નેફ્રોટિક સિન્ડ્રોમ શું છે?

આ બીમારીના કેટલાક ખાસ લક્ષણો હોય છે જેમને ઓળખવા જરૂરી હોય છે

શરીરમાં સોજો

બાળકોના ચહેરા પર ખાસ કરીને આંખોની આસપાસ, પગ અને પેટમાં સોજો આવવો તે આ બીમારીના સૌથી સામાન્ય લક્ષણ છે.

પેશાબમાં ફેરફાર

પેશામાં ફીણ આવવું અને તેની માત્રા ઘટી જવી પણ આ બીમારીની નિશાની હોય શકે છે.

થાક અને કમજોરી

બાળક જલ્દી થાકી જાય છે અને કમજોરી મહેસૂસ થાય છે.

ભૂખ ઓછી લાગવી

બાળકોને ભૂખ ઓછી લાગે છે જેનાથી તેમનું વજન ઘટવા લાગે છે.

ત્વચા પીળી પડવી

બાળકોની ત્વચા પીળી પડી જાય છે. તે આ બીમારીનું એક લક્ષણ છે.

ઉપાય

સમયસર તપાસ કરાવવી

જો બાળકોમાં આ લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની પાસે જવું અને તપાસ કરાવવી.

બેલેન્સ ડાયટ

બાળકોને પોષક તત્વોથી ભરપૂર આહાર આપવો જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય.

રોજ ચેકઅપ કરાવવું

બાળકોની કિડનીની તપાસ કરાવતા રહેવું જેથી કોઈપણ સમસ્યા સમયસર જાણી શકાય.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)