ADVERTISEMENT
ADVERTISEMENT

લવિંગના ફાયદા, ગેરફાયદા અને ઔષધીય ગુણો

લવિંગ (Cloves) અનેક ગુણધર્મો ધરાવતી એક ખાસ સુગંધિત જડીબુટ્ટી છે. તેને લવિંગના ઝાડ પર ફૂલની કળીઓને સૂકવીને બનાવવામાં આવે છે. લવિંગનો ઉપયોગ વાનગીઓને સુગંધિત બનાવવા માટે મસાલા તરીકે અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચાર માટે આયુર્વેદિક ઔષધિ તરીકે થાય છે.

લવિંગના ફાયદા (Benefits of Clove)

  • સમગ્ર વિશ્વમાં લવિંગનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેના લક્ષણોને દૂર કરવા માટે કરવામાં આવે છે.
  • જો કે, દરેક વ્યક્તિના શરીર પર લવિંગની અસર અલગ-અલગ હોઈ શકે છે.
  • લવિંગનો ઉપયોગ કોઈ પણ રોગની સારવાર તરીકે ડૉક્ટરની દેખરેખ હેઠળ જ કરવો જોઈએ.

લવિંગથી કરો મોઢા સંબંધિત સમસ્યાઓની સારવાર

  • લવિંગ અને તેમજ તેના તેલમાં એવા ઘણા તત્વો હોય છે, જે મોઢામાં રહેલા બેક્ટેરિયાને મારી નાખવામાં સક્ષમ હોય છે.
  • લવિંગના ઉપયોગથી દાંતમાં દુખાવો, પેઢામાં સોજો અને શ્વાસની દુર્ગંધ જેવા લક્ષણોથી છુટકારો મેળવી શકાય છે.

લવિંગ ડાયાબિટીસના લક્ષણો ઘટાડે છે

  • ઉંદરો પર કરવામાં આવેલા રિસર્ચ પ્રમાણે, લવિંગમાં નાઇજેરીસિન (Nigericin) નામનું એક વિશેષ તત્વ જોવા મળે છે, જે સ્નાયુ કોશિકાઓમાં ઇન્સ્યુલિન રેજિસ્ટેન્સને ઘટાડે છે.
  • ઉંદરો પર કરવામાં આવેલ અન્ય રિસર્ચ પ્રમાણે, લવિંગ અથવા તેમાં રહેલા તત્વો બ્લડ સુગર ઘટાડવામાં મદદ કરે છે.

કેન્સરથી બચવામાં મદદ કરે છે લવિંગનું સેવન

  • લવિંગમાં ઘણા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો હોય છે, જે કોષોને નષ્ટ થવાથી બચાવવામાં મદદ કરે છે.
  • કોષોના નષ્ટ થવાનો દર જેટલો ઓછો હોય છે, કેન્સરનું જોખમ તેટલું જ ઓછું હોય છે.
  • એક રિસર્ચ પ્રમાણે, લવિંગના તેલમાં હાજર વિવિધ ઘટકોમાં સ્તન કેન્સરને રોકવાની ક્ષમતા હોવાનું જાણવા મળ્યું છે.

લવિંગનું સેવન કરવાથી દૂર થાય છે સ્થૂળતા

  • લવિંગનું સેવન લવિંગના દૂર કરવામાં મદદ કરે છે.

લીવર રોગનું જોખમ ઘટાડે છે લવિંગ

ADVERTISEMENT
ADVERTISEMENT
  • લવિંગ પર કરવામાં આવેલા કેટલાક રિસર્ચ દર્શાવે છે કે, લવિંગનું સેવન લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને પરિણામે લીવરની બીમારીનું જોખમ ઓછું થાય છે.
    એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, લવિંગમાં હાજર યુજેનોલ (Eugenol) નામનું તત્વ લીવર સિરોસિસના લક્ષણોને ઘટાડે છે.
  • જણાવી દઈએ કે, ઉપર દર્શાવેલ મોટાભાગના ફાયદા પ્રાણીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યા છે અને માનવ શરીર પર તેની અસર અલગ હોઈ શકે છે. તેથી, કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે લવિંગનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

લવિંગના નુકસાન (Side effects of Clove)

કેટલાક રિસર્ચ અનુસાર, લવિંગમાં જોવા મળતા તત્વો કેટલાક લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે, જેમાં તેમને ત્વચા, આંખ અથવા શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક લોકોને લવિંગ અથવા તેમાં રહેલા કોઈપણ તત્વથી પણ એલર્જી થઈ શકે છે, આવી સ્થિતિમાં, જો તમને એલર્જીના લક્ષણો અનુભવવા લાગે છે, તો શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરો.

જો કે, ખોરાકમાં લવિંગનું સેવન સંપૂર્ણપણે સલામત માનવામાં આવે છે, કારણ કે તેનો ઉપયોગ ખૂબ ઓછી માત્રામાં થાય છે. વધુ માત્રામાં અથવા લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

લવિંગનો ઉપયોગ કેવી રીતે કરવો (How to Use Clove)

ADVERTISEMENT
ADVERTISEMENT
  • એક કે બે લવિંગને દાંત નીચે દબાવીને રાખો.
  • એક કપ ચામાં એક કે બે લવિંગ ઉકાળીને તેનું સેવન કરો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)