ADVERTISEMENT
ADVERTISEMENT

 માથામાં ભૂલથી પણ ના લગાવતા આ વસ્તુ, નહીંતર ફાયદા ના બદલે નુકસાન થશે

વાળ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ છે. તેનો ગ્રોથ સારો થાય અને તે હેલ્ધી રહે તે માટે મહિલાઓ તેની સારી રીતે કેર કરે છે. મહિલાઓ વાળ પર અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે તો અનેક ઉપાય પણ અજમાવે છે. આ પ્રોડક્ટ્સ અને ઉપાયો કર્યા બાદ વાળ હેલ્ધી થઈ જાય છે તો ઘણીવાર તેનું પરિણામ વિપરિત પણ આવે છે. વાસ્તવમાં કેટલીક વસ્તુઓ છે, જેને ડાયરેક્ટ સ્કેલ્પ પર લગાવવાથી વાળને નુકસાન થઈ શકે છે.

વાળને કોઈપણ પ્રકારના નુકસાનથી બચવા માટે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ સ્કેલ્પ પર ન કરવો જોઈએ.

લીંબુ

ઘણી મહિલાઓ તેમના વાળને હેલ્ધી રાખવા માટે લીંબુના રસનો ઉપયોગ કરે છે. ઘણા લોકો એવું માને છે કે લીંબુના રસનો ઉપયોગ કરવાથી વાળ હેલ્ધી રહે છે એટલું જ નહીં વાળ સંબંધિત સમસ્યાઓ પણ ઘટે છે, પરંતુ કોઈ એક્સપર્ટની મદદ વગર સ્કેલ્પ પર લીંબુનો ઉપયોગ ન કરવો જોઈએ.

હળદર

ADVERTISEMENT
ADVERTISEMENT

આમ તો હળદરમાં ઘણા ગુણો હોય છે, હળદરનો ઉપયોગ વાળ પર પણ કરવામાં આવે છે, પરંતુ હળદરને માથાની ચામડી પર ન લગાવવી જોઈએ. હળદરનો ઉપયોગ સીધા માથાની ચામડી પર કરવાથી વાળા ડ્રાય થવાની ​​સમસ્યા વધી શકે છે અને વાળ તૂટવાનું પણ કારણ બની શકે છે. આવી સ્થિતિમાં હળદરને સીધી માથાની ચામડી પર ન લગાવો. માથાની ચામડી પર હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે નિષ્ણાતની સલાહ લો.

બેકિંગ સોડા

ઘણા ઉપાયોમાં સ્કેલ્પ પર બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરવા માટે જણાવવામાં આવે છે, પરંતુ બેકિંગ સોડાનો ઉપયોગ કરવાથી વાળને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, બેકિંગ સોડાનો ઉપયોગ સીધા માથાની ચામડી પર ન કરો. વાળને સ્વસ્થ રાખવા બેકિંગ સોડાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જાણવા માટે એક્સપર્ટની મદદ લો.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)