ADVERTISEMENT
ADVERTISEMENT

ખાલી પેટ તુલસીના પાનનું પાણી પીવાથી આ રોગ દવા વિના હંમેશ માટે થઈ જશે દૂર

તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તુલસીનો છોડનું વિશેષ મહત્વ છે. તેવી જ રીતે આયુર્વેદમાં પણ તુલસીને કેટલીક બીમારીઓની રામબાણ દવા ગણવામાં આવે છે. તુલસીના પાનમાં ઔષધીય ગુણ હોય છે જે શરીર માટે વરદાન સમાન સાબિત થાય છે. તુલસીના પાનમાં વિટામીન કે, વિટામીન સી, એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

સાથે જ તુલસીના પાન એન્ટી ઈન્ફેલમેટ્રી ગુણથી ભરપૂર હોય છે. જો તમે રોજ તુલસીના પાનનું પાણી પીવો છો તો ઈમ્યુનિટી વધે છે. અને કેટલીક બીમારીઓ દવા વિના જ મટી જાય છે. આજે તમને તુલસીના પાનના પાણીથી થતા ફાયદા વિશે જણાવીએ.

તુલસીનું પાણી કેવી રીતે તૈયાર કરવું ?

તુલસીના પાનને આગલા દિવસે સંધ્યા સમય પહેલા તોડી લેવા અને તેના પાનને ધોઈ અને સાફ પાણીમાં પલાળી દેવા. આ પાણીને રાત આખી ઢાંકીને રાખો. સવારે જાગીને તુલસીના પાનનું પાણી પી લેવું અને તુલસીના પાન ચાવીને ખાઈ લેવા. જો તમે નિયમિત તુલસીનું પાણી આ રીતે પીવો છો તો તેનાથી તમને 5 સૌથી મોટા ફાયદા થાય છે.

તુલસીનું પાણી પીવાથી થતા 5 ફાયદા

1. તુલસીનું પાણી નિયમિત પીવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આ સિવાય તુલસીનું પાણી પીવાથી પેટમાં ગેસ, કબજિયાત, અપચો, બળતરા જેવી તકલીફ થતી નથી. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન સી હોય છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

2. તુલસીના પાનનું પાણી રોજ સવારે પીવાથી સ્ટ્રેસ ઘટાડવામાં મદદ મળે છે. તુલસીના પાનમાં એવા તત્વ હોય છે જે માનસિક શાંતિ વધારે છે અને સ્ટ્રેસ ઘટાડે છે. આ પાણી પીવાથી નર્વસ સિસ્ટમ રિલેક્સ થાય છે.

3. તુલસીના પાનમાં કોલેસ્ટ્રોલ ને ઘટાડતા તત્વ હોય છે. તુલસીનું પાણી રોજ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જેના કારણે હાર્ટ અટેક આવવાનું જોખમ ઘટે છે

4. તુલસીના પાનમાં જે પોષક તત્વ હોય છે તે શરીરને સ્વસ્થ બનાવવાની સાથે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. રોજ તુલસીના પાનનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ આખો દિવસ કંટ્રોલમાં રહેશે.

5. તુલસીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે. જે ગળાના સોજા, દુખાવા અને શરદી જેવી સમસ્યામાં રાહત આપે છે. તુલસીના પાનમાં યુજેનોઈલ નામનું તત્વ હોય છે જે શ્વાસ સંબંધિત બીમારીમાં ફાયદો કરે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.