ગ્લોઈંગ સ્કિન માટે ઉપયોગ કરો દૂધમાંથી બનેલા આ ફેસ પેક

  • કાચા દૂધમાંથી બનેલા આ ફેસ પેકને ચહેરા પર લગાવવાથી ત્વચામાં નેચરલ ચમક આવે છે
  • આ ઘરે બનાવેલા ફેસ પેક ડાઘ અને કાળાશ પણ દૂર કરે છે
  • ઘરે બનાવેલા ફેસ પેકની કોઈ આડઅસર થતી નથી

ફેસ પર ડાર્ક સ્પોટ્સ, કાળાપણું, પિગમેન્ટેશન અને ટેનિંગ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે લોકો મોંઘા સ્કિનકેર પ્રોડક્ટ્સ ખરીદે છે. પરંતુ શું આ દરેક માટે કામ કરે છે?

બજારમાં તૈયાર મળતાં સ્કિનકેર પ્રોડક્ટ્સ સ્કિનના પ્રકાર મુજબ બનાવવામાં આવે છે, પરંતુ તે ભાગ્યે જ દરેકને અનુકૂળ આવે છે. આ વસ્તુઓનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો પણ યોગ્ય નથી. આ તમારી સ્કિનને વધુ નુકસાન પહોંચાડી શકે છે. તમે કાચા દૂધની મદદથી ઘરે આ 3 ફેસ પેક બનાવી શકો છો અને તેને તમારા ફેસ પર લગાવી શકો છો. આ ઘરે બનાવવામાં સરળ છે અને તેની કોઈ આડઅસર થતી નથી.

કાચા દૂધમાંથી બનાવેલા આ ત્રણ હોમમેઈડ ફેસ પેક

દૂધ એક પૌષ્ટિક ખોરાક છે. લોકો તેનો ઉપયોગ ખોરાકમાં કરે છે. તમને જણાવી દઈએ કે કાચા દૂધની મદદથી ફેસનો ગ્લો કેવી રીતે વધારવો. આ ત્રણ સરળ ઘરગથ્થુ ઉપચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે.

મધ, કેળા, કાચા દૂધનો ફેસ પેક

કેળામાં પોટેશિયમ, વિટામીન સી હોય છે, મધ કુદરતી મોઈશ્ચરાઈઝર છે. આ બધી વસ્તુઓ સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. દૂધ ડેડ સ્કિનને દૂર કરે છે. દરેક પ્રકારની સ્કિનના લોકો કેળાના ફેસ પેકનો ઉપયોગ કરી શકે છે. તેને બનાવવા માટે તમારે 1 કેળાને મેશ કરો, તેમાં 2-3 ચમચી દૂધ અને 1 ચમચી મધ મિક્સ કરીને થોડીવાર માટે ફેસ પર લગાવો. 10 મિનિટ પછી સાદા પાણીથી ફેસ ધોઈ લો.

દૂધ, ચણાનો લોટ અને હળદરનો ફેસ પેક

ચણાના લોટમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તે ડાર્ક સ્પોટ્સ, ખીલ અને એન્ટી એજિંગની સમસ્યાઓને દૂર કરવામાં મહત્વનો રોલ પ્લે કરે છે. આ સિવાય હળદર એન્ટીબેક્ટેરિયલ છે જે સ્કિનના ચેપને દૂર કરે છે અને સ્કિનમાં ચમક લાવે છે. આ પેક બનાવવા માટે ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને ફેસ પર લગાવવાની રહેશે. તમે ફેસ વોશને બદલે આનો રોજ ઉપયોગ પણ કરી શકો છો.

દૂધ પાવડર ફેસ પેક

આ ફેસ પેકની મદદથી મિક્સ સ્કિન ધરાવતા લોકોની સ્કિન પર ગ્લો વધશે. આનાથી પિમ્પલ્સની સમસ્યા પણ દૂર થશે અને ખંજવાળ આવે તો પણ રાહત મળશે. આ ફેસપેકને બનાવવા માટે તમારે દૂધ પાવડર, લીંબુનો રસ અને દહીં મિક્સ કરવું પડશે. આ ફેસ પેક અન્ય પેક કરતા થોડો જાડો છે. મિક્સ સ્કિન ધરાવતા લોકોએ તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરાવવો જોઈએ.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)