ADVERTISEMENT
ADVERTISEMENT

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ, જાણો

આજકાલ હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure) અથવા હાઈપરટેન્શનની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. હાઈ બીપી (High BP) ને કારણે વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે, હેલ્ધી લાઈફસ્ટાઈલ અને સારા ફૂડ્સની મદદથી બીપી (BP) ને કંટ્રોલમાં રાખી શકાય છે. ત્યારે જાણો બીપીને કંટ્રોલ કરવા માટે બેસ્ટ ફૂડ્સ.

કઠોળ અને દાળ

  • કઠોળ અને દાળમાં ફાઈબર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
  • રિસર્ચ પ્રમાણે, કઠોળ અને દાળમાં બીપી કંટ્રોલ કરવાના ગુણ હોય છે.

કેળા

  • પોટેશિયમથી ભરપૂર કેળા બીપીને ઓછું કરવામાં મદદ કરે છે.
  • USDA અનુસાર, કેળા વ્યક્તિની દૈનિક જરૂરિયાતો માટે 12 ટકા પોટેશિયમ, 8 ટકા મેગ્નેશિયમ અને 1 ટકા કેલ્શિયમ પ્રદાન કરે છે.

તરબૂચ

  • તરબૂચ વિટામિન એ, વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, લાઈકોપીન, એન્ટીઓક્સીડેન્ટ અને બીટા કેરોટીનથી ભરપૂર ફળ છે, જે દિલની તંદુરસ્તી જાળવવાનું કામ કરે છે.
  • તરબૂચમાં હાજર આ તમામ પોષક તત્વો બીપીને ઘટાડવાનું કામ કરે છે.

ટામેટાં

ADVERTISEMENT
ADVERTISEMENT
  • દિલની તંદુરસ્તી જાળવવા માટે ટામેટા ફાયદાકારક માનવામાં આવે છે.
  • USDAના ડેટા અનુસાર, 100 ગ્રામ ટામેટાંમાં 237 મિલિગ્રામ પોટેશિયમ હોય છે, જે સોડિયમની નકારાત્મક અસરો સામે લડવામાં મદદ કરે છે.
  • હાઈ બીપી ધરાવતા લોકોને સોડિયમનું સેવન ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે, જેમાં ટામેટાં મદદ કરી શકે છે.

ખાટાં ફળો

  • લીંબુ, દ્રાક્ષ અને નારંગી જેવા ખાટાં ફળો બીપીના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
  • આ ફળોમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. જે હૃદય રોગના જોખમને ઘટાડી દિલને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

માછલી

  • માછલીએ પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડનો સારો સોર્સ છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે.
  • માછલીમાં હેલ્ધી ફેટ હોય છે જે બીપીને કંટ્રોલમાં રાખે છે.

કોળાના બીજ

ADVERTISEMENT
ADVERTISEMENT
  • કોળાના બીજ એમિનો એસિડ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વોનો સારો સોર્સ છે.
  • તેઓ રક્તવાહિનીઓને આરામ કરવા અને બીપીને નોર્મલ બનાવવા માટે કામ કરે છે.
  • કોળાના બીજનું તેલ બીપીને કંટ્રોલ કરવા માટે ખૂબ જ સારો ઉપાય માનવામાં આવે છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)